Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

માફિયા ડોન મુન્ના બજરંગીની હત્યામાં સંડોવાયેલ સુનીલ રાઠીનો આખો પરિવાર ગુન્હાખોરીમાં સક્રિય

પિતાની હત્યા બાદ ગુન્હાખોરીમાં પગલાં કર્યા :તેની માતા બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી ચુકી છે

 

માફિયા ડોન મુન્ના બજરંગી હત્યાકાંડમાં કુખ્યાત સુનિલ રાઠીનું નામ બહાર આવ્યું છે સુનિલ રાઠીને તાજેતરમાં રૂડકી જેલમાંથી બાગપત જેલમાં શિફ્ટ કરાયો હતો તેણે રૂડકી જેલમાં પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું સુનિલ નહીં પરંતુ તેનો આખો પરિવાર ગુન્હાખોરીમાં સક્રિય છે

  ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અપરાધ જગતમાં સુનિલ રાઠીનું નામ બહુ મોટું છે પોતાના પિતાની હત્યા બાદ તેણે ગુન્હાખોરીમાં પગલાં માંડયા હતાત્યારબાદ એક પછી એક ચાર લોકોની હત્યા કરી હતીલોકો સુનીલના નામથી પણ ડરવા લાગ્યા હતા તેની માતાછેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બીએસપીની ટિકિટ છપરોલી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા

  ગતવર્ષે સુનિલ રાઠીનું નામ ત્યારે ચમક્યું જયારે તેને રૂડકી શહેરના એક પ્રતિષ્ઠિત ડોક્ટર એનડી અરોડા પાસેથી પચાસ લાખની ખંડણી માંગી હતી બાગપત જેલમાં હતો ત્યારે તેણે ડોક્ટરને પોતાની મા ને રૂપિયા પહોંચાડવા કહ્યું હતું ત્યારબાદ રૂડકી પોલીસે સુનિલ રાઠીને રિમાન્ડ પર લઇ આવી હતી અને કોર્ટના આદેશ પર રૂડકીમાં રાખ્યોહતો

  મામલે બાગપતના તિકરી પંથકમાં નગર પંચાયતના પૂર્વ ચેરમેન અને સુનિલ રાઠીની માં રાજવાલાની ધરપકડ કરાઈ હતી તેની કબૂલાતને કારણે પોલીસે નારસનમાં એક વ્યક્તિ ની  ઓફિસ પાછળ ચૂપાવેલ 321 બોરની પિસ્તોલ અને ચાર કારતુસ જપ્ત કર્યા હતા પોલીસે સુનિલ રાઠીના બે સાગરીતો રજનીશ અને દીપકને પણ ઝડપી લીધા હતા

  એવું મનાય છે કે એક અન્ય કુખ્યાત બદમાશ ચિનુ પંડિત સાથે સુનિલ રાઠીને દુશ્મની છે બંને એક બીજાં ઉપર જીવલેણ હુમલા કરી ચુક્યાછે બંને બદમાશોની ગેંગ સાથે કેટલાય સાથીદારો માર્યા ગયા છે ચિનુ પંડિત રૂડકી જેલમાં બઁધ છે જેલમાં બંધ હોવા છતાં બંને પોત પોતાની ગેંગનું નેટવર્ક ચલાવી રહ્યાં છે ચિનુ સુનીલના વકીલને મારવાનો પણ પ્રયાસ કરી ચુક્યો છે

(1:09 am IST)