Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આતંકવાદીઓને હથિયાર સપ્લાઈ કરનાર ચાર તસ્કરોને બીએસએફે ઝડપ્યા:36 કરોડનું બ્રાઉન સુગર પણ જપ્ત

પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના ઇશારે કામ કરનારા ચારેય તસ્કર જમ્મુ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી

જમ્મુ કાશ્મીરમાં  આતંકવાદીઓને હથિયાર પુરા પાડનાર ચાર તસ્કરોને બીએસએફએ ભારત - પાકિસ્તાન સીમા નજીકથી દબોચી લીધા છે ચારેય તસ્કર પાકિસ્તાનથી મળનાર હથિયારોને પહેલા લાઇન ઓફ કંટ્રોલ (LoC) સાથે તસ્કરી દ્વારા ભારતીય સીમામાં લાવે છે. ત્યાર બાદ હથિયારોને જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. બીએસએફએ ચારેય તસ્કરોને કબ્જામાંથી 2 એકે 56 રાઇફલ અને રાઇફલોની 2 મેગેઝીન મળી આવી છે

  બીએસએફના વરિષ્ઠ અધિકારીના અનુસાર ચારેય તસ્કર હથિયારો ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી પણ કરી શકતા હતા. તેનાં કબ્જામાં હથિયારોની સાથે 12 કિલોબ્રાઉન સુગર પણ જપ્ત કર્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 36 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

 ઉપરાંત તેના કબ્જામાંથી ચાર મોબાઇલ અને 11,130 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બીએસએફએ તસ્કરી માટે ઉપયોગમાં લેવાતા બે ટાટા સુમો ગાડીઓ પણ જપ્ત કરી છે. બીએસએફના અનુસાર પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના ઇશારે કામ કરનારા ચારેય તસ્કર જમ્મુ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે.

(11:50 pm IST)