Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

હૈતી સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારતા દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન

લોકોએ વાહનોને ફૂંકી માર્યા :હોટલો દુકાનો અને શોરૂમમાં લૂંટફાટ :કેટલીક ફ્લાઇટને કેન્સલ : અંતે નિર્ણય પાછો ખેંચાયો

 

હૈતી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાની જાહેરાત કરતા દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી લોકોએ વાહનોને ફૂકી માર્યા હતા અને હોટલો, દુકાનો અને શોરૂમને લૂટી સામાન લોકો ઘરે લઈ ગયા. દેશમાં થઈ રહેલ હિંસક વિરોધ-પ્રદર્શન પછી હૈતી સરકારે તેલની કિંમત વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

  વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું અને સંપત્તિને ઘણા મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું. રાજધાની પોર્ટ-યૂ-પ્રિન્સમાં કેટલીક સ્થાનો પર ચોરી અને તોડફોડની ઘટનાઓ પણ થઈ. પ્રદર્શનકારીઓએ પાટનગરની સૌથી મોંઘી બેસ્ટ વેસ્ટર્ન બોટલ ઉપર પણ હુમલો કરી દીધો.
 
દેશની રાજધાનીમાં સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે, રવિવારે અમેરિકાએ પોતાના નાગરિકોને નોટિસ આપીને ઘરની અંદર રહેવાના આદેશ આપ્યા હતા. શહેરમાં થઈ રહેલ હિંસાના કારણે કેટલીક ફ્લાઈટને પણ કેન્સલ કરી દેવામાં આવી છે, કેમ કે એરપોર્ટ પર પાણી અને ભોજનની વ્યવસ્થા સીમિત હતી.

(11:49 pm IST)