Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

યુ. એસ.માં નોનપ્રોફિટ IHCNJ દ્વારા ૮ જુલાઇના રોજ યોજાયેલા કેમ્‍પનો ૧૫૦ ઉપરાંત લોકોએ લાભ લીધોઃ વેંકટેશ્વર ટેમ્‍પલ (બાલાજી મંદિર) બ્રિજવોટર, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા નિઃશુલ્‍ક હેલ્‍થફેરમાં વિવિધ રોગોના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ સાઉથ એશિયન પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ માટે છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં કાર્યરત નોનપ્રોફિટ ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)ના ઉપક્રમે ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ વેંકટેશ્વર ટેમ્‍પલ (બાલાજી મંદિર) બ્રિજવોટર ન્‍યુજર્સી મુકામે હેલ્‍થફેર યોજાઇ ગયો.

બાલાજી મંદિર સાથેના સંયુક્‍ત ઉપક્રમે રોગોના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપતા આ કેમ્‍પનો ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા ૪૦ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫૦ જેટલા લોકોએ લાભ લીધો હતો. કેમ્‍પમાં લાયન્‍સ ઇન્‍ટરનેશનલ ગવર્નર આર્મન્‍ડો ગુએરા તથા લાયન્‍સ કાઉન્‍સીલ ચેર શ્રી મહેશ ચિટનિસએ હાજરી આપી હતી.

અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી હાજર રહેલા આ લાભાર્થીઓને EKG, વીઝન સ્‍ક્રિનીંગ,ગ્‍લુકોમાં, ડાયાબિટીસ, ફીઝીકલ એકઝામિશનેશન, કાર્ડિયોલોજી, તથા જુદા જુદા પ્રકારના કેન્‍સર વિષયક નિદાન કરી અપાયું હતું. તથા આવા રોગો થતાં અટકાવવા વિષે માર્ગદર્શન અપાયું હતું ઉપરાંત મેન્‍ટલ હેલ્‍થ વિષયક નિદાન તથા માર્ગદર્શનો લાભ અપાયો હતો.

આ માટે જુદા જુદા રોગોના નિષ્‍ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્‍ધ કરાવાઇ હતી. ઉપરાંત EKG ટેકનીશીઅન્‍શ,મેડીકલ આસીસ્‍ટન્‍ટસસ, નર્સીસ, સોશીઅલ વર્કર્સ, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, સહિતનાઓએ સેવાઓ આપી હતી. બલ્‍ડ ટેસ્‍ટ રિપોર્ટ રિમાર્ક સાથે લાભાર્થીને ડાયરેકટ મોકલી અપાશે.

આ તકે અંધાપો દૂર કરવા તથા આંખોના નિદાન માટે સ્‍ટેટ ઓફ ન્‍યુજર્સી કમિશન ફોર બ્‍લાઇન્‍ડએ સેવાઓ આપી હતી. બ્‍લડ ટેસ્‍ટ સેવાઓ લેબ કોર્પ મારફત આપવામાં આવી હતી. ઇન્‍ડિયન હેલ્‍થકેર ઓફ ન્‍યુજર્સીના વોલન્‍ટી અર્સભાઇ બહેનોએ નિસ્‍વાર્થ સેવાઓ આપી હતી. લાભાર્થીઓને નાસ્‍તો,ચા,કોફી, લંચ સહિતની સુવિધાઓ બાલાજી ટેમ્‍પલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

IHCNJની  સેવાઓના ૨૦મા વર્ષની ઉજવણી ૧ ડિસેં.૨૦૧૮ના રોજ બાલાજી ટેમ્‍પલ ઓડિટોરીયમ ખાતે બપોરે ૪ વાગ્‍યાથી શરૂ થશે. જેમાં બોલીવુડ મ્‍યુઝીકલ ઇવનીંગ, ડિનર, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

આગામી હેલ્‍થ ફેર ૨૬ ઓગ.૨૦૧૮ના રોજ દુર્ગા ટેમ્‍પલ સાઉથ બ્રન્‍સવીક મુકામે યોજાશે. જે માટેના રજીસ્‍ટ્રેશન ફોર્મ WWW.IHCNJ.org અથવા ગુજરાત દર્પણ અને તિરંગા મેગેઝીન મારફત મેળવી શકાશે. આ ફોર્મ મોડામાં મોડા ૧૫ ઓગ.૨૦૧૮ સુધીમાં IHCNJ પો.બો.નં.૫૬૮૬ દ્વારા હિલ્‍સબરોને મુકામે મોકલી આપવાના રહેશે. તેવું IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:52 pm IST)