Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ સૌરાષ્ટ્રમાં : મોરારીબાપુના આશીર્વાદ મેળવે તેવી શકાયતા !!

ભાવનગરના મેથળા બંધારાની મુલાકાત લઈને ખેડૂતો સાથે ચર્ચા કરશે:અલંગ શિપબ્રેકીંગ યાર્ડના કામદારો અને વેપારીઓ સાથે કરશે સંવાદ .ધારી જંગલમાં માલધારીઓ સાથે મુલાકાત કરશે:કનુભાઈ કલસરિયા પણ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના

 

રાજકોટ ;કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે રાહુલ ગાંધીની મુલાકાત આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે જોવાઈ રહી છે રાહુલ ગાંધી આગામી તા;16 અને 17 જુલાઈ એમ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે તેઓ ભાવનગરના મેથળા બંધારાની મુલાકાત લઈને ખેડૂતો સાથે ચર્ચા કરશે.જયારે અલંગ શિપબ્રેકીંગ યાર્ડની પણ મુલાકાત લઈને અહીંના કામદારો અને વેપારીઓ સાથે સંવાદ કરશે.

  રાહુલ ગાંધી અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે મુલાકાત કરશે દરમિયાન એવી પણ વાતો વહેતી થઇ છે કે રાહુલ ગાંધી કથાકાર મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવશે. અા અેક રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય છે.

  બીજીતરફ રાહુલ ગાંઘી અાવે ત્યારે કનુભાઈ કલસરિયા પણ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. રાજકોટના ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કોંગ્રેસને બાયબાય કરી દીધું છે. કદાચ ઇન્દ્રનીલને મનાવવામાં રાહુલ સફળ પણ રહી શકે છે.

(9:49 pm IST)