Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મહત્વપૂર્ણ કેસના પ્રસારણના પ્રશ્ને ૨૩ સુધી મહેતલ મળી

સૂચિત ગાઇડલાઇન્સને કોર્ટમાં રજૂ કરવા માટે હુકમ કર્યો : ૨૩ સુધી જવાબ આપવા સરકારને સુપ્રીમનો હુકમ

નવીદિલ્હી,તા. ૯ : મહત્વપૂર્ણ કેસમાં લાઇવ પ્રસારણ ઉપર સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ કેસોમાં જીવંત પ્રસારણની માંગણી કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે ૨૩મી જુલાઈ સુધી આ મામલામાં વિસ્તારપૂર્વક સૂચિત માર્ગદર્શિકા કોર્ટમાં રજૂ કરવા સુચના આપી દેવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે જે કે, જે કેસો રાષ્ટ્રીય મહત્વના અને બંધારણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે તે કેસોની ઓળખ કરીને આ મામલામાં રેકોર્ડિંગ કરવામાં આવે અને જીવંત પ્રસારણ કરવામાં આવે તેને લઇને જવાબ રજૂ કરવાની જરૃર છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસની બેંચ કરી રહી છે. બેંચે હવે સરકારને જવાબ રજૂ કરવા માટે મહેતલ આપી દીધી છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એસસીના રજિસ્ટ્રાટ, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કાનૂન મંત્રાલયને પ્રતિવાદી તરીકે બનાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિને માહિતી મેળવવા માટેનો અધિકાર રહેલો છે. અરજી કરનારે પોતાની અપીલમાં દલીલ કરી હતી કે, જે મામલા રાષ્ટ્રીય મહત્વના છે અને બંધારણીય પાસાઓ ધરાવે છે તે તમામ મામલાઓમાં દરેક નાગરિક પાસે માહિતી પહોંચે તે ખુબ જરૃરી છે. કોર્ટમાં આખરે શું થયું તે બાબત જાણવાનો લોકોને અધિકાર છે. આવી સ્થિતિમાં લોકોને બાકી સમાચારો ન મળે આ કારણથી આ પ્રકારના મામલામાં જીવંત પ્રસારણ થવું જોઇએ અને રેકોર્ડિંગ પણ થવું જોઇએ. સુપ્રીમ કોર્ટ તરફથી ૨૩મી જુલાઈ સુધી સરકારને જવાબ આપવા માટે મહેતલ આપી દેવામાં આવી છે. હવે ૨૩મીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

 

(7:46 pm IST)