Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

બુરહાન વાનીની મોતની બીજી વરસી સમયે ૩૨ નવા આતંકવાદીઓની તસ્વીરો જાહેરઃ કાશ્મીરના આઇપીએસ ઓફિસરનો ભાઇ અને મેડિકલનો સ્ટુડન્ટ પણ આતંકવાદીઓ સાથે જોડાયો

જમ્મુ કાશ્મીરઃ કાશ્મીરના આઇપીએસ ઓફિસરનો ભાઇ અને મેડિકલનો સ્ટુડન્ટ પણ આતંકવાદી સાથે જોડાતા ભારે ચર્ચા જાગી છે.

રવિવારે અલગાવવાદીયોએ આતંકવાદી બુરહાન વાનીની મોતની બીજી વરસી ઉજવી હતી. આ સમયે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને હાલમાં જ તેમનાં સંગઠનમાં જોડાયેલા 32 નવાં આતંકવાદીઓની તસવીર જાહેર કરી હતી. જેમાં એક કશ્મીરનાં રહેનારા IPS ઓફિસરનો ભાઇ પણ છે. આ આતંકવાદી મેડિકલનો સ્ટૂડન્ટ હતો. આ આતંકવાદીની ઓળખ શમસુલ હક મેંગનૂનાં રૂપમાં થઇ રહી છે. જાણકારો મુજબ, શમસુલ બેચલર ઓફ યૂનાની મેડિસન એન્ડ સર્જરી (BUMS)નો વિદ્યાર્થી છે.

હિઝબુલ મુઝાહિદ્દીને રવિવારે જે ફોટો લિસ્ટ જાહેર કરી છે તેમાં શમસુલ એકે-47 રાઇફલની સાથે નજર આવે છે. તેને હિઝબુલ કમાન્ડર બનાવવામાં આવ્યો છે. બુરહાન વાનીની વરસી પર ભરતી કરવામાં આવેલા નવા આતંકવાદીઓની લિસ્ટ જાહેર કરીને હિઝબુલ તે જણાવવાનો પ્રયાસ કરે છે કે બુરહાન તેમનો હીરો હતો. હિઝબુલે તેમની આ નવી ટીમને 'બુરહાન સાની' કે 'બુરહાન-2' કોડ નામ આપ્યુ છે.

શોપિયાં જિલ્લાનાં રહેનારા શમસુલ હક શ્રીનગરનાં જકૂરાનાં સરકારી કોલેજમાં BUMSનો વિદ્યાર્થી રહી ચુક્યો છે. તે મે મહિનાથી તેનાં ઘરથી ચાલ્યો ગયો છે. શમસુલ હક મેંગલૂનો ભાઇ ઇનામુલ હક 2012ની બેચના IPS ઓફિસર છે.

પહેલાં રવિવારે ડોડા જિલ્લાનાં આબિદ ભટ્ટ નામનો યુવક પણ આતંકવાદીઓ સાથે જોડાયાની આશંકા જતાવવામાં આવી છે. આ મામલે ડોડાનાં SSPનું કહેવું છે કે, અમને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી છે કે 30 જૂનથી ગૂમ આબિદ ભટ નામનો વ્યક્તિ આતંકવાદી સંગઠનમાં જોડાયો છે.

તો એપ્રિલમાં શોપિયાં જિલ્લાથી મીર ઇદરીશ સુલ્તાન નામનો એક સિપાહી ગૂમ હતો. બાદમાં સામે આવ્યું કે તે જમ્મૂ-કશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં શામેલ થઇ ગયો હતો.

આપને જણાવી દઇએ કે દક્ષિણ કશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં કોકરનાગ વિસ્તારમાં 8 જુલાઇ 2016નાં થયેલી અથડામણમાં સુરક્ષાદળે ત્રાલનાં રહેવાસી બુરહાન વાનીને ઠાર માર્યો હતો. તેની મોત બાદ ઘાટીમાં મોટા પ્રમાણમાં હિંસક પ્રદર્શન થયા હતાં અને લાંબા સમય સુધી આ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. આશરે 4 મહિના સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી ઝડપમાં આશરે 85 લોકોનાં મોત થયા હતાં.

(5:39 pm IST)