Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આ ભાઇ દાંતથી શ્રીફળ છોલે છે

લખનો તા.૯ : ઉત્તર પ્રદેશ હાપુર જીલ્લામાં રહેતો અજયસિંહ સિસોદીયા તેના ગામમાં કોકોનેટ બોયના હુલામણા નામે પ્રચલિત છે એનુ કારણ એ છે કે અજય શ્રીફળ છોલવામાં જબરો માહેર છે. શ્રીફળના છોડાં કાઢવા માટે દાંતનો ઉપયોગ કરે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં  અજય શ્રીફળના છોડાં દાંતથી ખેચી કાઢે છે. એક વિડિયોમાં તેણે એક જ મિનિટમાં છ શ્રીફળ- દાતથી છોલી , વધેરીને એનુ પાણી પી લીધુ હતુ બાળપણમાં કોઇ ટીવી-શોમાં તેણે કોઇકને મોએથી શ્રી ફળ છોલતા જોયેલા. એ પછી તેમેણે આવુ કરતાં શીખી જવાનુ ઠાની લીધેલુ. જ્યારે પણ કોઇ ફેસ્ટીવલ હોય ત્યારે ગામવાળા લોકો અજયને જ શ્રી ફળ છોલવા બોલાવી જાય છે. (૨૮.૩)

(4:30 pm IST)