Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અમેરિકા-ચીન વચ્ચે ભયાનક ટ્રેડ-વોર

આર્થિક યુધ્ધ પૂર્ણ કક્ષાએ પહોંચવાની સંભાવનાઃ વર્તમાન જકાત વધારો તો શરૂઆત છે, હજુ મોટા નિર્ણયો આવી રહયા છે

વોશિંગ્ટન તા.૯: દુનિયાની બે મોટી અર્થ વ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાના માલ પર આયાત-જકાત વધારવાનું હવે પૂર્ણ ટ્રેડ વોરની શકયતા તરફ વધી રહયું છે. બંન્ને દેશો વચ્ચેના ટ્રેડ વોરની અસર વૈશ્વિક વેપાર પર થશે કારણકે બે તૃત્યાંશ વસ્તુઓ વિશ્વ વેપાર સાથે સંકળાયેલી છે.

શુક્રવારે યુએસ સરકારે વિમાનના પાર્ટસ, ફુલસ્ક્રીન ટીવી, મેડીકલ સાધનો સહિતની ૩૪ બીલીયન ડોલરની ચાઇનીઝ ચીજો પર આયાત ડયુટી વધારી દીધી છે. આ બધી વસ્તુઓ અમેરિકામાં આયાત કરવા માટે ૨૫% આયાત ડયુટી લાગશે. ચીને આના જવાબમાં અમેરિકાથી આયાત થતી સોયાબીન, ઓટોમોબાઇલ અને કરચલા જેવી દરિયાઇ ચીજો પરરપ% આયાત ડયુટી કરી દીધી છે.

અમેરિકન સરકારના આંકડા મુજબ ગયા વર્ષે ચીને ૧૩૦ બીલીયન ડોલરની અમેરિકી વસ્તુઓ જયારે અમેરિકાએ ૫૦૬ બીલીયન ડોલરની ચીની વસ્તુઓ આયાત કરી હતી. આમ વેપારમાં ચીનનું પલ્લુ ભારે હતું.

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટકર્તાઓના મતે અમેરિકી બજારમાં ચીની વસ્તુઓનો વધતો વ્યાપ રોકવા માટે ડયુટી વધારવી જરૂરી હતી. બીજી બાજુ ચીને પોતાના ગ્રાહકોમાં અમેરિકી ચીજોનો બહિષ્કાર કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. ૨૦૧૨માં ચાઇનીઝ રાષ્ટ્રાવાદીઓ સીમાસંબંધી પ્રશ્નોના લીધે જાપાનીઝ કાર અને સ્ટોરોનો બહિષ્કાર કર્યો હતો ત્યારે જાપાનીઝ માલનું વેચાણ ઘટી ગયું હતું.

અત્યારનો જકાત વધારો તો શરૂઆત જ છે. અમેરિકા આવતા પખવાડીયામાં વધારે માલ પર ૧૬ બીલીયન ડોલર આયાત જકાત વધારે એવી શકયતા છે અને ટ્રમ્પે ઇશારો કર્યો છે કે આવતા મહિનાઓમાં ચીની માલ પર ૫૦૦ બીલીયર ડોલર જેટલી વધારાની આયાત જકાત લેવાશે. ચીને આનો જવાબ આપશે. અમેરિકાએ આ પગલાને ચીની પગલા સામેના બચાવ તરીકે ગણાવ્યા હતા. ટ્રમ્પે ચીન પર સ્ટીલ નિકાસને સબસીડી આપીને વિશ્વ બજારોમાં પ્રવર્તમાન ભાવથી નીચા ભાવે વેચીને બજાર કબ્જે કરવાનો આરોપ મુકયો હતો. ચીને જકાત વધારવા માટે અમેરિકન ખેત પેદાશો ન નિશાન બનાવ્યા છે જે મોટા ભાગે હાર્ટલેન્ડ રાજયમાંથી નિકાસ થાય છે જેણે ગઇ ચૂંટણીમાં ટ્રમ્પને ટેકો આપ્યો હતો. ગયા વર્ષે ચીને અમેરિકન માલની ૦ બીલીયનની આયાત કરી હતી જયારે અમેરિકાએ ચીનથી ૬ બીલીયન ડોલરની આયાત કરી હતી.

 

(4:08 pm IST)