Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સૌભાગ્ય યોજનાઃ વિજળી પહોંચાડવામાં અગ્રેસર રહેવા પર રાજ્યની વિજળી કંપનીને ૫૦ કરોડ ઇનામરૂપે આપવાની તૈયારી

કર્મચારીઓને સૌભાગ્યનું લક્ષ્ય પૂ રું કરવા પર મળશે ૫૦ લાખ

નવીદિલ્હી, તા.૯: કેન્દ્રસરકારે ઘર-ઘર સુધી વિજળી પહોંચાડવાની સૌભાગ્ય યોજનાને રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવા માટે મોટી ઇનામી રકમનું એલાન કર્યુ છે.

આ કાર્યને સૌથી પહેલા પૂર્ણ કરતા રાજયના વિજળી વિતરણ કંપનીને ૫૦ કરોડ રૂપિયા અને તેના કર્મચારીઓને ૫૦ લાખ રૂપિયા આપવાની તૈયારી છે હીનદયાળ ગ્રામજયોતિ યોજના બાદ વડાપ્રધાન અંગતિ  દરેક દરેક વિમન યોજનાને વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ માંથી એક છે. તે પુરસ્કાર તે કર્મીઓ અને નિગમોને આપવામાં આવે છે જે સૌથી તેજીથી વિજળી પહોંચાડવાના ૧૦૦ ટકા લક્ષ્યને પ્રાત્પી કરશે. સફળ રાજયોની કંપનીઓને પસંદ કરવા માટે વિજળી મંત્રાલય ઘરોમાં વિજળી પહોંચાડવા અને તે રાજયના ભૌગોલિક સ્થિતિને જોઇને સમુહ બનાવશે. પ્રત્યંક સમૂહ માંથી ફકત ટોપ પર રહેનારને પુરસ્કાર આપવામાં આવશે.

વિજળી રાજયમંત્રી આરકે સિંહે કહ્યું કે પુરસ્કાર આપવાનો હેતું સૌભાગ્ય યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવાનો છે તેમાં સૌથી સફળ વિજળી નિગમના કર્મચારીઓને પણ ઇનામ તેમજ પ્રશસ્તિ પત્ર આપ્યો.(૨૨.૯)

(4:06 pm IST)