Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

RBI એ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્કનું લાયસન્સ કર્યું કેન્સલ

નવી દિલ્હી ;આરબીઆઇએ  રાજસ્થાનના અલવર ખાતે આવેલી અલવર અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. બેંક ડિપોઝીટર્સના પૈસા પરત કરવા માટે સમર્થ ન હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

  આરબીઆઇ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકની વર્તમાન હાલત જોતા લાગે છે કે બેંક ફરીથી ઉભી નહીં થઈ શકે. આ કારણોસર બેંકનું લાઇસન્સ રદ કરી દેવામાં આ્વ્યું છે.

(2:24 pm IST)