News of Monday, 9th July 2018

ફોર્ડ ઈન્ડિયાએ ૫૩૯૭ થી વધુ ઇકોસ્પોર્ટ પાછી મગાવી

નવી દિલ્હી તા.૯: ૨૦૧૭ના મે જૂન મહિનામાં ચેન્નઇસ્થિત પ્લાન્ટમાં બનેલી ઇકોસ્પોર્ટ એસયુવી યુનિટ્સને તાજેતરમાં ફોર્ડ ઇન્ડિયાએ પાછી મગાવી છે. કંપનીના કહેવા મુજબ આ યુનિટ્સમાં ફ્રન્ટ લોઅર આર્મ અને ડ્રાઇવર, ફ્રન્ટ પેસેન્જર સીટોના લોકસમાં કંઇક ખામી છે. આ ઉપરાંત ૨૦૧૭ના નવેમ્બર-ડિસેમ્બરમાં બનેલી કેટલીક કારોને પણ રીકોલ કરવામાં આવી છે. કુલ ૫૩૯૭ યુનિટ્સને માર્કેટમાંથી પાછા મગાવીને એમાં રહેલી ગરબડ સુધારવાનું કામ કંપનીએ હાથ ધર્યુ છે. (૧.૮)

(11:35 am IST)
  • કચ્છ : હરામીનાળા ક્રિકમાંથી એક પાકિસ્તાની બોટ ઝડપાઇ: એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ પાકિસ્તાની ઘુષણખોર ઝડપાયા access_time 10:25 pm IST

  • બેન્કો પાસેથી 9000 કરોડ રૂપિયાની લોન લઇ ભાગી જનાર બિઝનેસમેન વિજય માલ્યાની વિરૂદ્ધ ભલે બ્રિટનની કોર્ટે ઘરનું સર્ચિંગ અને જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. જો કે, તેનાથી કદાચ જ તેના પર કોઇ ફરક પડશે. વિજય માલ્યાએ રવિવારના રોજ કહ્યું કે તેઓ કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સના આદેશોનું પાલન કરશે, પરંતુ તેમની પાસે કંઇ કરવા માટે હશે જ નહીં. તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે બ્રિટન સ્થિત આલીશાન ઘરમાં તેમના નામ પર કંઇ છે જ નહીં. access_time 12:14 am IST

  • થાઇલેન્ડ: આઠ બાળકોને બચાવાયા : 1 કિમી સ્વિમીંગ કરી આવ્યા બહાર : થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં ફસાયેલી જૂનિયર ફૂટબોટ ટીમ અને કોચમાંથી 8 બાળકોને ગુફામાંથી કાઢવામાં ડાઈવર્સ સફળ થયા છે. જો કે હજુ 4 ખેલાડીઓ અને તેમના કોચ ભૂગર્ભમાં છે. રેસ્ક્યુ ટીમના જણાવ્યા પ્રમાણે દરેક બાળકો લગભગ 1 કિમી સુધી સ્વિમિંગ કરીને ગુફાની બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટીમ છેલ્લા 15 દિવસથી ગુફાની અંદર ફસાયેલી હતી. access_time 7:49 pm IST