Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જાણો, કોણ શોધે છે સેલ્ફી-ડે, આઇસ્ક્રીમ-ડે જેવા વિચિત્ર ડેઝ

જો તમે સોશિયલ મીડિયા પર છો તો સમજી લો કે દરેક દિવસ સ્પેશ્યિલ છે અને દરેક દિવસ હોલિ ડે જ છે. આજકાલ મોટાભાગે 'હોલિડેઝ' એવા છે. જેને ટ્રેન્ડમાં જોઈને લોકો ઉજવવાનું ચાલુ કરી દે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ નેશનલ કેમેરા ડે (#NationalCamera -Day) ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ જ રીતે સેલ્ફી ડે, મિરર ડે જેવા અનેક ડેઝ ઉજવવામાં આવે છે. આવા ડેઝનો આઈડિયા આવે છે કયાંથી?

આવા ડેઝમાંથી મોટાભાગના ડેઝ એવા હોય છે જેને કંપની અને ઓર્ગનાઈઝેશન જ શોધે છે. આ ઉપરાંત અનેક ડેઝ એવા પણ હોય છે. જેને લોકો પોતે જ શોધી કાઢે છે અને એ પણ સારી રીતે રિસર્ચ કરીને.

'ચેસેઝ કેલેન્ડર ઓફ ઈવેન્ટ્સ'એક એવી જ રેફરન્સ બુક છે. જેમાં ૧૨,૫૦૦ સ્પેશ્યિલ ઈવેન્ટ, હોલિડેઝ, હિસ્ટોરિક એનિવર્સરીઝ વગેરે નોંધાયેલા છે. ઉદાહરણ તરીકે જુલાઈ સેલ ફોન કર્ટસી મહિનો અને નેશનલ આઈસ્ક્રીમ મહિનો છે. જેને યુએસ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને પહેલીવાર ૧૯૮૪માં ઉજવ્યો હતો. ચેઝે આ ઈવેન્ટ્સ અને હોલિડેઝને અનેક કેટેગરીઝમાં વહેંચવામાં આવી છે. આ જ રીતે શિકાગોની એડ્રિની પણ હોલિડેઝ ક્રિએટ કરે છે. જેને તેઓ હોલિડેટ્સ કહે છે. તે આ કામ ૨૫ વર્ષથી કરી રહી છે અને તેણે ૧૯૦૦થી વધુ ડેઝની શોધ કરી છે.(૨૧.૫)

(10:20 am IST)