Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પ્રેમી યુગલને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યું

ઉદયપુરના ગામની ચોંકાવનારી ઘટના

ઉદયપુર તા. ૯ : ઉદયપુરના સુખેર વિસ્તારના સરે ગામમાં કેટલાક લોકોએ પ્રેમી યુગલને નગ્ન કરી આખા ગામમાં ફેરવ્યું. ગામલોકોને જયારે ખબર પડી કે, કેટલાક લોકો પ્રેમી યુગલને નગ્ન કરી ગામમાં ફેરવી રહ્યાં છે ત્યારે ઘણા લોકો તે જોવા માટે એકઠાં થઈ ગયા પણ કોઈએ તેમને છોડાવવાનો પ્રયત્ન ન કર્યો. પોલીસે આ પ્રકરણમાં બે લોકોને અરેસ્ટ કર્યા છે અને મહિલા આયોગે આ મામલે પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો છે. આટલું જ નહીં તમાશો જોઈ રહેલા લોકો વીડિયો પણ બનાવતા રહ્યાં.

ઘટનાની જાણતકારી મળતા જ સુખેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુગલને છોડવ્યું અને તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા. આ પ્રકરણની જાણ રાજય મહિલા આયોગને થતા અધ્યક્ષ સુમન શર્માએ ઉદયપુર પોલીસને આ ઘટનાનો રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. શર્માએ જણાવ્યું કે, જે વ્યકિતએ આ યુગલનો વીડિયો બનાવ્યો અને વાયરલ કર્યો તેના વિરુદ્ઘ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.(૨૧.૫)

(10:19 am IST)