Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

લોકસભા - વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવા ચાર પક્ષ સમર્થનમાં અને નવનો વિરોધ

કાયદા પંચે બેઠક બોલાવી મંતવ્ય માગ્યા - આપ, તૃણમૂલ, TDP સહિતના નવ પક્ષે વિરોધ કર્યો : ભાજપ અને કોંગ્રેસે મૌન જાળવ્યું

નવી દિલ્હી તા. ૯ : રવિવાર લોકસભા અને રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવા મુદ્દે રાજકીય પક્ષોમાં મતભેદ છે. ચાર રાષ્ટ્રીય પક્ષ તેનું સમર્થન કરે છે જયારે નવ પક્ષ તેનો વિરોધ કરે છે. જો કે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે કાયદા પંચે બોલાવેલી બેઠકમાં હાજરી આપી નહોતી. કાયદા પંચે બે દિવસ સુધી એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ પક્ષોના મંતવ્ય માગ્યા હતા. એનડીએના સાથી પક્ષ અકાલી દળ, એઆઈએડીએમકે, સમાજવાદી પક્ષ અને તેલંગણા રાષ્ટ્ર સમિતિએ આ યોજનાને સમર્થન આપ્યું હતું.

ગોવામાં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ વિરોધ કર્યો છે. ઉપરાંત આપ, તૃણમૂલ, ડીએમકે, ટીડીપી, સીપીએલ, સીપીઆઇ (એમ), ફોરવર્ડ બ્લોક અને જેડી (એસ)એ તેનો વિરોધ કર્યો હતો. સપા, ટીઆરએસ, આપ, ડીએમકે, ટીડીપી, જેડી (એસ) અને ફોરવર્ડ બ્લોકે કાયદા પંચને પોતાનો વિરોધ જણાવી દીધો છે. સપાના રામગોપાલ યાદવના જૂથે બંને ચૂંટણી સાથે યોજવા સમર્થન આપ્યું હતું.

૨૦૧૯માં ઉત્તર પ્રદેશમાં બંને ચૂંટણી સાથે યોજાય તો યોગી સરકારનો સમયગાળો ટૂંકો થાય. આપના આશિષ ખૈતાને જણાવ્યું હતું કે બંને ચૂંટણી સાથે યોજાય તો કેટલીક વિધાનસભાનો ગાળો લંબાય અને લોકોને સરકાર રચવાનો મોકો મળે નહીં. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશનો વહીવટ કરવો જોઇએ. બે ચૂંટણી સાથે યોજવાનો પ્રચાર નહીં. તલંગણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે તેઓ બંને ચૂંટણી સાથે યોજવાના સમર્થક છે.(૨૧.૮)

(10:16 am IST)