Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મહિલા એડ્વોકેટ સાથે અશ્લીલ હરકત કરનાર નાગો બાવો જેલમાં

નવી દિલ્હી તા.૯: પોતાને નાગા બાવા તરીકે ઓળખાવનારા રવિગિરિ નામના મહારાજની એક મહિલા વકીલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે છેડછાડના આરોપમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તીસ હજારી કોર્ટમાં મહિલા વકીલે મહારાજ પર ફોન પર અશ્લીલ વાતો કરવાનો અને અશ્લીલ મેસેજિસ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે આ બની બેઠેલા બાબાના મુરાદાબાદ, અલવર, હરિદ્વાર અને ઋષીકેશમાં આશ્રમ છે. પોલીસ-ફરિયાદમાં મહિલા વકીલે જણાવ્યું હતું કે 'રવિ ગિરિએ મારાં લગ્ન માટે સારો છોકરો શોધી આપવાનો મારા પરિવારને વાયદો કર્યો હતો. આ બહાને તે મારા ઘરે અવરજવર કરતા અને મારી સાથે વાત કરતા. ધીમે-ધીમે તે મારી સાથે ખોટી વાતો કરવા લાગ્યા. મેં અનેક વેળા વિરોધ કરવા છતાં તેમણે પોતાની હરકતો ચાલુ રાખી હતી.

આનાથી  કંટાળીને મહિલા વકીલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે બાબાની ધરપકડ કરી પોલીસે તેને તિહાડ જેલમાં મોકલી આપ્યો હતો.

(10:15 am IST)