Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભારે વરસાદથી મુંબઈમાં પૂર જેવી સ્થિતિ

હવે પાક્કુ... સૌરાષ્ટ્રમાં તોફાની બેટીંગ કરશે મેઘરાજાઃ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવે ધરાને તૃપ્ત કરી દેવા મેઘરાજાએ શરૂ કરી તૈયારીઃ મુંબઈમાં પણ ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદનો ખતરોદહાણુમાં ૧૩ ઈંચ, ૭ ઈંચ વરસાદથી મુંબઈ-થાણે જળબંબાકારઃ ગઈકાલ રાતથી : વરસાદ પડે છે, આજે પણ ચાલુઃ ટ્રેનો મોડીઃ જનજીવન ખોરવાયુઃ શાળા-કોલેજોમાં રજા

નવી દિલ્હી, તા. ૯ :. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. થાણેમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. મુંબઈમાં થાણે સહિતના વિસ્તારોમાં ૭ ઈંચ વરસાદ ખાબકયો છે. જ્યારે દહાણુમાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદથી મુંબઈમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગો, ઓવરબ્રીજથી લઈને કોમ્પલેક્ષના સંકુલોમાં પાણી ભરાયા છે. શિક્ષણ મંત્રીએ આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. ૨૪ કલાકમાં કોલાબામાં ૧૭૧ મી.મી. તો દહાણુમાં ૩૦૮ મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયુ છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદનંુ એલર્ટ જાહેર કરાયુ છે. વિદર્ભ મરાઠવાડા, તેલંગણા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજુ ભીષણ ગરમી ચાલુ રહેશે.

મુંબઈમાં ગત રાત્રીથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે પણ આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનો મોડી દોડી રહી છે. લોકમાન્ય તિલક ટર્મીનસની પાસે રેલ્વે કોલોની તળાવમાં ફેરવાય ગઈ છે. થાણેમાં ૧૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૧ કલાકમાં ૧ ઈંચ પડયો હતો. પંછાપકડી અને વંદના બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરેલ, ધારાવી, માટુંગા, કિંગ સર્કલ, ડોંબીવલી, કલ્યાણમા પણ પાણી ભરાયા છે. બુધવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.

દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમા ૧૨ થી ૧૩ તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજા ગમે ત્યારે તોફાની બેટીંગ શરૂ કરી તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત રહી છે. વલસાડમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. ઉંમર ગામમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ પાણી પડતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.

દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભોપાલમાં ગઈકાલે સાંજે ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાય ગયુ હતું. દિલ્હીમાં અને પશ્ચિમ યુપીમાં હજુ ભીષણ ગરમી પડી રહી છે. સ્કાયમેટની આગાહી છે કે, દક્ષિણ ગુજરાત, કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડશે. કર્ણાટક અને કેરળમાં પણ વરસાદની આગાહી છે. હવામાન ખાતાએ મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.(૨-૨૨)

(3:57 pm IST)
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાનો વધુ એક મોટો સપાટો: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર 177 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ : કોંગ્રેસી કાર્યકરોમાં મચી ગયો દેકારો access_time 8:40 pm IST

  • થાઇલૅન્ડમાં છેલ્લા બે સપ્તાહથી ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષીત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, સમાચાર સંસ્થાઓ AFP તથા રૉઇટર્સના અહેવાલ પ્રમાણે છ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ગુફાની અંદર ગયેલા ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે 'નબળા અને અશક્ત બાળકો'ને પહેલાં બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. access_time 12:14 am IST

  • અમદાવાદ :ચાંદખેડામાંથી 1 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ :500 અને 1000 ના દરની રદ્દ થયેલી જૂની નોટો સાથે બે વ્યક્તિની અટકાયત access_time 12:39 am IST