Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જમ્મુ -કાશ્મીરના કુપવાડામાં અથડામણમાં એક આતંકવાદી ઠાર :

મોડીરાત્રે હંદવાડામાં જંગલ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ

જમ્મુ :જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હંદવાડામાં ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો છે રવિવારે મોડી રાત્રે હંદવાડામાં જંગલ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. જોકે, સોમવારે વહેલી સવારે ભારતીય સેનાને સફળતા મળી હતી. આ લખાય છે ત્યારે બંને વચ્ચે ફાયરિંગ ચાલું છે.

   આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાએ ઘુસણખોરી કરવાના આતંકવાદીઓના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. નિયંત્ર રેખા પાસે છ ઘુસણખોરોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 6 જૂને પણ ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઠાર મરાયા હતા.

 

(9:12 am IST)