Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભારતે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાના પડાવમાં મેળવી સફળતા

નવી દિલ્હી :ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)ને તેમના માનવ મિશનની દિશામાં એક મોટી સફળતા મળી છે. ઈસરોએ 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ'નું સફળ પરિક્ષણ કર્યું છે, જેને અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા માટે મોટું પગલું ગણવામાં આવે છે.
   અંતરિક્ષ યાત્રા અટકી પડે એ સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓને ત્યાંથી કાઢવામાં 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ' મદદરૂપ હોય છે. અમેરિકા, રશિયા, ચીન પાસે જ આ સુવિધા છે.

(12:00 am IST)