Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કોન્ટ્રાક્ટ ઉપર કર્મીઓની ભરતી કરવા રેલવે તૈયાર

રેલવે ભરતી બોર્ડથી અલગ રહીને ભરતી કરાશે : સ્ટીમ એન્જિન, વિન્ટેજ કોચ, સિગ્નલ જેવી કેટલીક જુની સંપત્તિઓને જાળવવા માટે મદદરુપ થશે : હેવાલમાં દાવો

નવીદિલ્હી,તા. ૮ : રેલવે ભરતીમાં થઇ રહેલા ખરાબ સમયને રોકવાના હેતુસર રેલવે દ્વારા રેલવે ભરતી બોર્ડથી અલગ થઇને કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ ચોક્કસ કેટેગરીમાં કોન્ટ્રાક્ટ ભરતી માટે તેના બારણા ખોલી દીધા છે. ચાવીરુપ ક્ષેત્રોમાં સ્ટાફની અછતને પહોંચી વળવાના હેતુસર પ્રવર્તમાન જગ્યાઓને લઇને આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. રેલવે તંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે નિવૃત્ત થઇ ચુકેલા કર્મચારીઓની સેવા લેવાનો પણ નિર્ણય કરાયો છે. આ કર્મચારીઓ સ્ટીમ એન્જિન, વિન્ટેજ કોચ, સિગ્નલ જેવી જુની સંપત્તિઓને જાળવવા માટેની જવાબદારી સંભળાશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, જુના લોકો સ્ટીમ એન્જિન જેવી ચીજોની જાળવણી માટે તાલીમ મેળવી ચુકેલા છે જેથી આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવી શકે છે. ઝોનલ અધિકારીઓને લાયકાત ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને નિમવા માટેના અધિકાર આપી દેવામાં આવ્યા છે. આનાથી જુની હેરિટેજ આઈટમોને સારીરીતે જાળવી શકાશે. રેલવેની અનેક ઓફિસોમાં સ્ટેનોગ્રાફર અને પીએની કમી જોવા મળી રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર સ્ટેનોગ્રાફરની નિમણૂંક કરવા માટેના આદેશ જારી કરાયા છે. આમા નિવૃત્ત થઇ રહેલા અથવા તો નિવૃત્ થઇ ચુકેલા અધિકારીઓની મદદ પણ લેવામાં આવશે. હાલમાં નિવૃત્ત સ્ટાફ નિમણૂંક માટે વય વર્યાદા ૬૫ વર્ષની રાખવામાં આવી છે. કોઇ કામગીરી ન ખોરવાઈ તે માટે રેલવે દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા તો એક્ઝીક્યુટીવ આસીસ્ટન્ટની પણ વર્તમાનમાં રહેલી ખાલી જગ્યોઓને કોન્ટ્રાક્ટના આધાર પર ભરવામાં આવશે. રેલવે ભરતી બોર્ડથી અલગ થઇને રેલવે દ્વારા આ પ્રક્રિયા અપનાવવામાં આવી છે. આનાથી રેલવે ભરતીમાં થઇ રહેલી સમયની બરબાદીને રોકી શકશે. ભારતીય રેલવે સુધારા પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં ઝોનલ વડાઓને મુખ્યરીતે જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત વિભાગો સાથે વાતચીત કરીને આવી જગ્યાઓને ભરવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે. જાહેર ક્ષેત્રની મહાકાય સેવામાં કામગીરીને સુધારવાના હેતુસર સુધારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. આના ભાગરુપે નજીકના ભવિષ્યમાં સક્રિય વિચારણા માટે શ્રેણીબદ્ધ પગલા વિચારવામાં આવી રહ્યા છે. રેલવેની સુવિધા દિન પ્રતિદિન સુધરી રહી છે. સાફ-ફાઈ ઉપર પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે પરંતુ ટ્રેનોમાં પણપણ વધુ સુવિધા આપવાની જરૂરિયાતો દેખાઈ રહી છે.

(8:36 am IST)