Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગુગલે IIT ના રર વર્ષના વિદ્યાર્થીને વાર્ર્ષિક રૂ ૪.૨ કરોડનું પેકેજ આપ્યું

વિશ્વની ૩૦૯૮ યુનિ. ના ૫૦,૦૦૦ છાત્રોમાંથી ૫૦ ને પસંદ કર્યા તેમૉ બેગ્લુરૂના આદિત્ય પાલીવાલનો પણ સમાવેશ

નવી દિલ્હી તા ૯ : માત્ર ૨૨ વર્ષના એક છાત્રને કરોડ રૂપિયાના પગારની ઓફર કરવામાં આવે તે માનવામાં ના આવે તેવી વાત છે, પરંતુ હકીકત એ છે કે બેંગલરૂની ઇન્ટરનેશનલ ઇન્સટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી IIT-B આદિત્ય પાલીવાલને સર્ચ એન્જીન ગુગલે પોતાના આર્ટિફિશીઅલ ઇનટેલીજન્સ  રિસર્ચ વિગમાં કામ કરવા માટે આ ઓફર કરી હતી. ૨૨ વર્ષનો આદિત્ય ચાલુ મહિના થી જ પોતાની કામગીરી શરૂ કરી દેશે. આજે યોજાયેલા પદવી દાન સમારંભમાં આદિત્યે પ્રમાણપત્ર મેળવ્યો હતો.ગુગલે આર્ટિફિશિઅલ ઇન્ટેલીજન્સ રિસર્ચ  વિંગમાં કામ કરવા માટે પ્રથમ રાઉન્ડમાં સમગ્ર વિશ્વની ૩૦૯૮ યુનિ. ના પ૦,૦૦૦ છાત્રોં પસંદ કર્યા હતા અને પછી બીજા રાઉન્ડમાં ૬૦૦૦ અને છેલ્લે ૫૦ને પસંદ કર્યા હતા જેમાં આદિત્યનો સમાવેશ થતો હતો. આવી આકર્ષક ઓફર મળતા આદિત્ય ખુબ ખૂશ થયો હતો અને કહ્યું હતું કે ગુગલ જેવી મોટી કંપનીમાં કામ કરીને મનું ઘણું શીખવા મળશે. ૨૦૧૭-૨૦૧૮ માં આદિત્ય એસીએમ ઇન્ટરનેશનલ કોલેજીએટ પ્રોગમિંગ સ્પર્ધાના અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. આ સ્પર્ધા ખુબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. મુંબઇનો મૂળ નિવાસી આદિત્ય ક્રિકેટ અને ફૂટબોલનો શોખીન છે.

(11:45 am IST)