Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રોયલ સોસાયટી ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડો.લલિતા રામક્રિશ્નનની પસંદગીઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૫૦ ફેલોમાં સ્થાન મેળવ્યુ

યુ.કે.: મેથેમેટીકસ, એન્જીનીયરીંગ સાયન્સ, તથા મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવનાર લોકોને ફેલો તરીકે પસંદ કરતી રોયલ સોસાયટીએ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરેલા ૫૦ ફેલોમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી લલિતા રામકિશ્નન તથા શ્રી હેરેન ઝોટીએ સ્થાન મેળવ્યું છે.

સુશ્રી લલિતા રામક્રિશ્નનએ બરોડા મેડીકલ કોલેજમાંથી બેચલર ડીગ્રી મેળવેલી છે તથા ટફટસ નિવર્સિટીમાંથી ડોકટરેટ કરેલું છે.

તેઓ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં પ્રોફેસર છે.

શ્રી હેરેન ઝોટી એસ્ટેક્ષ ફાર્માસ્યુટીકલ્સમાં CEO તથા પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવે છે.

(8:54 pm IST)