Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ખાતા સંદર્ભે જેડીએસના બે પ્રધાનો પણ નાખુશ છે

જેડીએસમાં પણ અસંતોષ છે

બેંગલોર, તા.૯: કોંગ્રેસ બાદ ગઠબંધન ભાગીદાર જેડીએસમાં પણ ખેંચતાણ ચાલી રહી છે. જેડીએસના બે સભ્યો પણ ખાતાઓને લઈને ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. હાલમાં જ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ તેમને ફાળવવામાં આવેલા ખાતાઓને લઈને જેડીએસના બે પ્રધાનો ખૂબ જ નાખુશ થયેલા છે. જેડીએસના સૂત્રોનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ ખાતુ આપવામાં આવ્યું છે તે જીટી દેવગૌડા ભારે નાખુશ છે. આ ઉપરાંત જેમને સિંચાઈ ખાતું આપવામાં આવ્યું છે તે સીએસ પુટ્ટારાજુ પણ તેમના ખાતાને લઈને નાખુશ છે. જીટી દેવગૌડાએ ૧૨મી મેના દિવસે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મૈસુરમાં ચામુંડેશ્વરી મતવિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાર આપી હતી. આની સાથે જ તેઓ કિલર તરીકે ઉભરી આવ્યા હતા. જ્યારે પુટ્ટારાજુએ પણ શાનદાર જીત મેળવી હતી.

(6:53 pm IST)