Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઓલમ્પિક રમતોત્સવમાં બનેલા વિજેતાને દર મહિને હવેથી રૂપિયા ૨૦,૦૦૦ પેન્‍શન મળશેઃ કેન્‍દ્ર સરકારની જાહેરાત

નવી દિલ્હીઃ ખેલ મંત્રાલયે પોતાની પેન્શન નીતિમાં સંશોધન કરતા પેન્શન બમણુ કરી દીધું છે. જેથી હવે ઓલંમ્પિક મેડલ વિજેતાના દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મળશે. પૈરાઓલંમ્પિક ગેમ્સના મેડલ વિજેતાને પણ ઓલંમ્પિક મેડલ વિજેતા બરાબર રકમ આપવામાં આવશે. વિશ્વકપ કે એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાને 16000, સિલ્વર મેડલ વિજેતાને 14000 અને બ્રોન્ઝ મેડલ વિજેતાના 12000 રૂપિયા પેન્શનના રૂપમાં મળશે. 

એક જારી કરેલી માહિતી અનુસાર, પૈરાઓલંમ્પિક ગેમ્સ અને પેરા એશિયાઇ ગેમ્સના મેડલ વિજેતાને ઓલંમ્પિક ગેમ્સ અને એશિયાઇ ગેમ્સના મેડલ વિજેતાના બરાબર પેન્શન આપવામાં આવશે અને દર ચાર વર્ષમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાના નામ પર પેન્શન માટે વિચાર કરવામાં આવશે. 

સંશોધિત નિયમો પ્રમાણે ખેલાડીઓએ સક્રિય રમત કેરિયરમાંથી નિવૃતી લઈ લીધો હોઈ અને આ સાથે યોજના અંતર્ગત પેન્સનનું આવેદન કરતા સમયે 30 વર્ષની ઉંમર પસાર કરી લીધી હોઈ. ખેલાડીઓએ આ સંદર્ભમાં અરજી ફોર્મની સાથે શપથ પત્ર આપવાનું રહેશે. હાલના પેન્શન ધારકોના સંદર્ભમાં પેન્શનની સંશોધિત રકમ 1 એપ્રિલ 2018થી લાગુ થશે. 

(5:47 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST