Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

દિલ્હીના છતરપુરમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે અથડામણઃ ૪ ગેંગસ્ટરના મોતઃ છ પોલીસમેનને ઇજા

નવી દિલ્હીઃ દિલ્હીના છતરપુરમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્‍ચેની અથડામણમાં ૪ ગેંગસ્ટરના મોત થતા દોડધામ મચી ગઇ છે. જ્યારે આ ઘટનામાં છ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

જાણકારી પ્રમાણે પોલીસને સૂચના મળી હતી કે રાજેશ ભારતી ગેંગની સાથે છતરપુરમાં આવી રહ્યો છે. મળેલી જાણકારી પ્રમાણે જ્યારે ગેંગને રોકવાનો પ્રયત્ન કર્યો તો ગેંગે પોલીસ પર ગોળીઓ વરસાવી દીધી. પોલીસે પણ બચાવ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. બંન્ને તરફથી ચાલુ ગોળીબારીમાં ચાર બદમાશોના મોત થયા હતા. જ્યારે છ પોલીસ કર્મીઓ ઘાયલ બન્યા હતાં.

નજફગઢના રાજેશ ભારતી ગેંગ લૂટ, ઉગાહી અને હત્યામાં અવ્વલ છે. જણાવવામાં આવે છે કે થોડા સમય પહેલા રાજેશ ભારતી હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. રાજેશ પર એક લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. પોલીસ ઘણાં સમયથી રાજેશની શોધમાં હતી. તેની સામે દિલ્હી સાથે અનેક જગ્યાએથી ફરિયાદ નોંધાયેલી હતી.

(5:41 pm IST)