Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કોંગ્રેસ ખતમ, હવે કોઇ આશા નથી : ઓવૈસી

પ્રણવદા RSSના કાર્યક્રમમાં ગયા છતાં કોઇ પગલા પક્ષે નથી લીધા...

હૈદરાબાદ તા. ૯ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આમંત્રણ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નાગપુર હેડકવાર્ટર જવા પર રાજનૈતિક હોબાળો શરૂ થયો છે. કોંગ્રેસ સહિત અનેક નેતાઓની નારાજગી છતાં હવે ઓલ ઇન્ડિયા મંજલિસ - એ - ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસરૂદ્દીન ઔવેસીએ પણ મુખર્જી અને કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેઓએ કહ્યું કે, ઘણા સમયથી કોંગ્રેસમાં રહ્યા બાદ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં ભાગ લીધો. હવે કોંગ્રેસ પાસેથી કોઇ આસા નથી.

હૈદરાબાદના સાંસદ ઔવેસીએ કહ્યું, કોંગ્રેસ હવે ખત્મ થઇ ગઇ છે. એક વ્યકિત જેની પોતાના ૫૦ વર્ષ કોંગ્રેસ પક્ષમાં પસાર થયા જે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડ કવાર્ટરમાં જઇને મુલાકાત કરી એ પક્ષ પાસેથી કોઇ આશા નથી.

ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ કોંગ્રેસી નેતા રહેલા પ્રણવ મુખર્જીને આરએસએસની આકરી ટીકા કરી હતી પરંતુ અચાનક તેની નાગપુર ઇવેન્ડરનું આમંત્રણ સ્વીકાર કરવાના નિર્ણય બાદ કોંગ્રેસના અનેક નેતાઓને તેને આ કાર્યક્રમમાં નહી જવાનો આગ્રહ કર્યો હતો. કોંગ્રેસ અને બીજા વીપક્ષી નેતાઓને જ નહિ પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીને પણ તેઓને સંઘના કાર્યક્રમમાં ન થવાની સલાહ આપી હતી.(૨૧.૨૧)

(3:58 pm IST)