Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પટણામાં ગેસ સિલેન્ડરના ગોડાઉનમાં આગ લાગતા એક પછી એક સિરિયલ બ્લાસ્ટ: NDRFની ટીમ દોડી

પટણાના ગેસ સિલેન્ડરોના ગોડાઉનમાં આગ લાગતા એક પછી એક સિરિયલ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી જવા પામી છે ઘટના સ્થળે નેશનલ ડિજાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ પહોંચી ગઇ છે. પટણાના માલ સલામી થાણા ક્ષેત્રના ચેકપોસ્ટ પાસે  સવારે બનેલ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

  આ ઘટનામાં હજી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જાનહાનિના કોઈ અહેવાલ નથી ઘટના સ્થળે નેશનલ ડિજાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ પહોંચી ગઇ છે.

દીદાર ગંજ વિસ્તારમાં આગ લાગવાને કારણે સ્થાનિક લોકોની ભીડ પણ ત્યાં ઉમટી પડી છે. આ દૂર્ઘટના નજરે જોનાર પ્રમાણે ગોડાઉનમાં એક પછી એક સિલેન્ડરોમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઇ રહ્યાં હતાં. જેનો અવાજ પણ ડર લાગે તેવો હતો. આગ તો એવી લાગી હતી કે તેની જ્વાળા ઉંચે સુધી જઇ રહી હતી.

 

 

(2:14 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST