Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ઓસ્ટ્રીયામાં તુર્કી સમર્થિત કટ્ટરપંથી સાત મસ્જીદો થશે બંધ:ઇમામોને કરાશે બરતરફ

60 ઇમામોના હોમ પરમિટની તપાસ:સમાજ,રાજકીય ઇસ્લામ અને ચરમપંથ માટે આ દેશમાં કોઇ જગ્યા નથી.

ઓસ્ટ્રીયામાં તુર્કી સમર્થિત કટ્ટરપંથી મનાતી સાત મસ્જિદ બંધ કરવા અને ઇમામોને બરતરફ કરવા ઓસ્ટ્રિયાની સરકારે નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રીયામાં સરકારે કહ્યું હતું કે ‘રાજકીય ઇસ્લામ’ અને ધાર્મિક સમૂહોને મળનારી વિદેશી રાશી સામે કાર્યવાહી કરતા સાત મસ્જીદને કરવા અને ઇમામોને બરતરફ કરવા જઇ રહી છે.

   ચાન્સેલર સબેસ્ટિયન કુર્ઝે કહ્યું હતું કે, સરકાર વિયનામાં એક કટ્ટરપંથી તુર્કી રાષ્ટ્રવાદી મસ્જીદોને બંધ કરી રહી છે. છ મસ્જીદોનું સંચાલન કરનારા સમૂહ અરબ ધાર્મીક સમુદાયને ભંગ કરી રહી છે. કુર્ઝના જણાવ્યા પ્રમાણે તુર્કીના સમર્થનમાં બાળકોના શેરી લડાઇ અને મરવાના અભિયાનની તસવીરો સામે આવ્યા પછી આ નિર્ણય લેવાયો છે. સમાજ, રાજકીય ઇસ્લામ અને ચરમપંથ માટે આ દેશમાં કોઇ જગ્યા નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ફોલ્ટર વીક્લી નામના સમાચાર પત્રમાં આ તસવીરો છપાઇ હતી. જેમાં બતાવવામાં આવ્યું હતું કે, બાળકો સૈનિક પહેરવેશમાં માર્ચ અને સેલ્યૂટ કરી રહ્યા છે. ત્યારબાદ તુર્કી ઝંડા ફરકી રહ્યા છે. ત્યારબાદ તેઓ મરવાનું અભિયાન કરી રહ્યા છે અને તેમની લાશોને એક સાથે ઝંડામાં લપેટવામાં આવે છે.

  ઓસ્ટ્રીયામાં 2015માં એક કાયદો લાગૂ કરવામાં આવ્યો હતો જેમાં કોઇપણ ધાર્મીક સંગઠન વિદેશો પાસેથી ફંડ નહીં લઇ શકે. આ નિયમ અંતર્ગત વિદેશો પાસેથી ફંડ લેનારી મસ્જીદોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  ઓસ્ટ્રીયામાં ગૃહમંત્રી હર્બર્ટ કિકલના જણાવ્યા પ્રમાણે તુર્કી-ઇસ્લામિક સાંસ્કૃતક સંગઠન(ટીઆઈબી)ના 60 ઇમામોના હોમ પરમિટની તપાસ થઇ રહી છે. કિકલે દાવો કર્યો છે કે, બે મામલામાં પરમિટને ખત્મ કરવામાં આવ્યા છે. જ્યારે 5 અન્ય ઇમામોની પરમિટ આપવા માટે ઇન્કાર કરી દીધો છે.

 તાજેતરના વર્ષોમાં ઓસ્ટ્રીયા અને તુર્કી વચ્ચે કડવાહટ વધી રહી છે. ઓસ્ટ્રીયના હાલના ચાન્સેલરે ગત વર્ષે પોતના ચૂંટણી અભિયાનમાં ઇમિગ્રેશન અને મુસલમાનોના એકીકરણનો મોટો મુદ્દો બનાવ્યો હતો. આ ઉપરાંત તેઓ એ પણ ઇચ્છતા હતા કે, યુરોપીય યુનિયનમાં તુર્કીની સદસ્યતા અંગે રજૂ વાતચીતને રદ્દ કરવામાં આવી. ઓસ્ટ્રીયાના નિર્ણયથી તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈય્યપ અર્દોઆન ખાસે નરાજ થયા છે. ગુસ્સાના કારણે તુર્કીએ 2017માં ઓસ્ટ્રીયા અને નેટોના સહયોગથી વીટો કરી દીધો હતો. જેના કારણે 41 દેશોમાં નેટોના સહયોગથી થનારા અભિયાન ઉપર અસર પડી હતી. નેટોના અભિયાનમાં તુર્કી મહત્વનો સભ્ય છે. એટલા માટે એના પર વીટોનો ગણો પ્રભાવ છે. તુર્કીનું કહેવું છે કે, તેમના ત્યાં આશરે ત્રીસ લાખ સીરિયાઇ શરણાર્થીઓને જગ્યા આપી છે. પરંતુ તેમની મદદ માટે યુરોપીયન કંઇ નથી કરી રહ્યા.

 

 

(2:12 pm IST)
  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST