Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વિવાદોને ઉકેલવા માટે જોઇન્ટ કમિટી બનાવવા નિર્ણય કરાયો

બેઠકોની વહેંચણી મામલે વિવાદને દુર કરાશે : એનડીએના સાથી પક્ષો અકબંધ રહે તે માટે તમામ દ્વારા પ્રયાસ : કેટલાક પક્ષોની નારાજગીને દુર કરવાનો ઉદ્ધેશ્ય

નવી દિલ્હી,તા. ૯ : ભાજપ પ્રમુખ અમિત શાહની સાથી પક્ષો શિવ સેના અને શિરોમણી અકાળી દળના પ્રમુખો સાથે બેઠક બાદ એનડીએની અંદર ઉઠી રહેલા વિવાદો પર વિરામ મુકવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. ગઠબંધને ભાજપની સાથે મળીને એક જોઇન્ટ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. બાકી વિવાદાસ્પદ મુદ્દાને ઉકેલી શકાય તે માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. લોકસબા ચૂંટણી પહેલા બેઠકોની વહેચણીને લઇને કોઇ વિવાદ ન થાય તે માટે પણ તૈયારી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની હાર થયા બાદ સાથી પક્ષો અને ખાસ કરીને શિવ સેના, ્અકાળી દળ, જેડીયુ, એવજેપી અને આરએલએસપીએ પોતાને વધારે મહત્વ આપવાની અને રનેદ્ર મોદી સરકાર પાસેથી વધુ માંગ કરવાની તક આપી દીધી હતી. આ સાથી પક્ષો પોતાની માંગને લઇને વધારે આક્રમક બની રહ્યા હતા. આ સાથી હવે લોકસભા ચૂંટણીમાં સન્માનજનમક સીટ પર લડવા માટે ઇચ્છુક છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને શિરોમણી અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ વચ્ચે વાતચીત થઇ હતી. જોઇન્ટ કમિટીમાં ભાજપ અને અકાળી દળના ત્રણ ત્રણ સભ્યો રહેશે. શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ કહી ચુક્યા છે કે એનડીએના તમામ સાથી પક્ષો પણ મજબૂતરીતે એક સાથે ઉભા છે. ભાજપ અને એનડીએ મજબૂત સાથી તરીકે હોવાની વાત સુખબીરસિંહ બાદલે કરી છે. શિરોમણી અકાળી દળના પ્રમુખે કહ્યું છે કે, અકાળી દર હમેશા એનડીએની સાથે છે. પાર્ટીના વડા પ્રકાશસિંહ બાદલ સહિત અકાળી દળના ટોપના નેતાઓને ભાજપ પ્રમુખ અમિત શાહ મળ્યા હતા. અમિત શાહે બેઠક યોજ્યા બાદ તેઓએ આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અકાળી દળ એનડીએના મુખ્ય ઘટક પક્ષ તરીકે છે. ૨૦૧૭માં વિધાનસભામાં કોંગ્રેસની જીત થઇ તે પહેલા સુધી અકાળી અને ભાજપની સરકાર હતી. આગામી વર્ષની ચુંટણીમાં તમામને એક સાથે આવવા સુખબીરે સાથી પક્ષોને અપીલ કરી હતી. અમિત શાહે પંજાબ ભાજપ એકમમાં લોકો સાથે પણ વાતચીત કરી હતી. સંપર્ક સમર્થન અભિયાનના ભાગરુપે હાલમાં વરિષ્ઠ નેતાઓને મળવાની ઝુંબેશ ચાલી રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા. સંપર્ક અભિયાનના ભાગરુપે સેલિબ્રિટીઓને પણ મળવાની પ્રક્રિયા ચાલી રહી છે.શિરોમણી અકાળી દળના નેતાએ કહ્યુ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને અકાળી દળ ૧૦-૩ની ફોર્મ્યુલાના આધાર પર ચૂંટણી લડનાર છે. જેમાં ભાજપ ત્રણ અને અકાળી દળ ૧૦ સીટ પર લડનાર છે. એક કમિટી મહારાષ્ટ્ર માટે પણ બનાવવામાં આવી છે.

ભાજપને લાગે છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપી તરફથી મળી રહેલા પડકાર છતાં સમજવા માટે તૈયાર નથી અને સહકાર આપી રહી નથી. એકલા હાથે શિવસેના ચૂંટણી લડશે તે તેને વધારે નુકસાન થઇ શકે છે. વિરોધ પક્ષો એકમત થઇ રહ્યા છે ત્યારે એનડીએની અંદર હાલમાં ખેંચતાણનો દોર શરૂ થયો  છે. જો કે હવે તમામ સાથી પક્ષોને સંતુષ્ટ કરવાના પ્રયાસ પણ હાથ ધરવામા ંઆવી ચુક્યા છે.

(12:43 pm IST)
  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST