Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હાયર એજ્યુકેશન માટે હાલ હિરાની રચના નહીં જ કરાય

સૌથી મોટા શિક્ષણ સુધારાને હાથ નહીં ધરાય : આગામી વર્ષમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇને નિર્ણય

નવી દિલ્હી,તા. ૯ : દેશના સૌથી મોટા શિક્ષણ સુધારાને હાલમાં કેન્દ્ર સરકારે હાથ નહીં ધરવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનને ખતમ કરીને તેની જગ્યાએ એક રેગ્યુલેટર બનાવવા જેવા શિક્ષણ સુધારાને હાથ નહી ધરવાનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. હાલમાં યુજીસી, એઆઇસીટીઇ અને નેશનલ કાઉન્સિયલ  ઓફ ટેકનિકલ એજ્યુકેશન સાથે સંબંધિત સુધારાને જ આગળ વધારી દેવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે સિંગલ એજ્યુકેશન રેગ્યુલેટરને હજુ સુધીના દેશના સૌથી મોટા શિક્ષણ સુધારા તરીકે ગણવામાં આવે છે. આને નીતિ આયોગ અને પીએમઓના સમર્થન પણ મળી ગયા હતા. આ સિંગલ એજ્યુકેશન રેગ્યુલેટરનુ નામ હાયર એજ્યુકેશન ઇવેલ્યુશન એન્ડ રેગ્યુલેશન ઓથોરીટી રાખવામાં આવ્યુ હતુ. એપ્રિલ ૨૦૧૮માં મંત્રાલય દ્વારા ૪૦ સુત્રી કાર્યયોજનાની જાહેરાત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી સંસદમાં હિરા બિલને રજૂ કરવાની પણ તૈયારી કરાઇ હતી. બિલ માટે ડ્રાફ્ટ તૈયાર કરાયા બાદ ચર્ચા હતી.

(12:43 pm IST)