Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

દેશમાં લોકતંત્ર ખતરામાં: નંદિતા દાસ

સકામાત્મક વિચરોને દેબાવી હટેવામાં આવે છેઃ કલ્યાણનાં લેખકોને કોઇ પણ ભોગે ચૂપ કરાવી દેવાય છેઃ અભિનેત્રીનો ગુસ્સો આસમાને

નવીદિલ્હી, તા.૯: અભિનેત્રી તેમજ ફિલ્મકાર નંદિતા દાસનું કહેવું છે કે ભારતનું લોકતંત્ર ખતરામાં છે, કલાકારો, લેખકો તેમજ તર્કવાદીઓને કોઇને કોઇ રૂપે નિશાન બનાવી રહયા છે. તેઓનું માનવું છેકે રૂઢીવાદી અને દક્ષિણથી સમૂહ તેજીથી દેશની નૈતિક-પુલિસ બની રહ્યા છે સંજયલીલા ભણસાણીની ફિલ્મ 'પદમાવત' અંગે મચેલો હોબાળો હોય કે પછી ફિલ્મ 'એસ દુર્ગા'ની સ્ક્રીનિંગ અંગે હોબાળો થાય અથવા હિદી ફિલ્મ ઉદ્યોગમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવાની વાત હોય ભારતમાં રચનાત્મક આઝાદીની સરહદ પર ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી છે અને નંદિતાને લાગે છે કે રચનાત્મક અવાજોને દબાવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નંદિતાએ ઇમેલ દ્વારા ઇન્ટરવ્યુંમાં કહ્યું માર્ટિન લુથર કિંગ જુનિયરે કહ્યું હતું આપણી જીંદગી પૂરી થવાની શરૂઆત એ દિવસે થશે. જયારે મહત્વની વસ્તુઓ અંગે મૌન રહેશું. એ દિવસે મીડિયા હોય કે કોઇ વ્યકિત લોકોને સ્વયં ઘોષિત નિગરાની સમુહો દ્વારા સેન્સર કરવામા આવી રહ્યા છે કે પછી લોકો ડરના કારણે પોતેજ સેન્સર કરી રહ્યા છે.

અભિનેત્રીએ વધુમાં ઉમેયું કે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કલાકાર, લેખક, તર્કવાદી કોઇ ન કોઇ રીતે નિશાન બનાવી રહ્યા છે અને તેને ચુપ કરાવી રહ્યા છે. સમાજ ત્યારેજ આગળ વધી શકે અને વિકાસ કરી શકે છે.

(12:40 pm IST)