Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સીએમ યોગીના મુખ્ય સચિવ સામે લાંચનો આરોપ મુકનારે ફેરવી તોળ્યું

લખનૌ :ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રમુખ સચિવ એસપી ગોયલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ અભિષેક ગુપ્તા નામના શખ્સે પોતાના નિવેદનથી ફેરવી તોળ્યુ છે. અભિષેકે પ્રમુખ સચિવ એસપી ગોયલ પર 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો અને રાજ્યપાલ રામ નાઈકને પત્ર લખ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

(12:02 pm IST)