Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હોટલોની જેમ હવે મકાન-સોસાયટીઓને પણ સ્ટાર રેટિંગ

હોટલોની જેમ લાગુ થશે ગ્રીન કોડઃ તૈયારીઓ અંતિમ ચરણમાં

નવી દિલ્હી તા. ૯ :.. થોડા દિવસોમાં હોટલોની જેમ રહેણાંક મકાનોમાં પણ સ્ટાર રેટીંગ હશે. તેનાથી મકાનની ખૂબીઓ અને સુવિધાઓ તરત જ જાણી શકાશે. ઉર્જા દક્ષતા બ્યુરો (બીઇઇ) દુનિયાના બીજા દેશોની જેમ ગ્રીન કોડ લાવીને ઘરો માટે જલ્દી લાગુ કરશે જેનો મકસદ મકાનના યોગ્ય બાંધકામ દ્વારા વિજળી બચાવવાનો અને કુદરતને થતા નુકસાનને ઓછો કરવાનો છે. દેશમાં રહેણાક મકાનો બનાવવા સાથે જોડાયેલ આ કોડ એક નવી શરૂઆત છે. ઓસ્ટ્રીયા, સ્વીત્ઝરલેન્ડ અને સીંગાપુર સહિત કેટલાય દેશમાં અમલી એવો આ કોડ ભારતમાં પહેલીવાર લાગુ થશે. અત્યાર સુધી ભારતમાં તે ફકત હોટલમાં જ અમલી હતો જયારે હવે  તે મકાનની અંદરના બાંધકામ માટે પણ હશે.

મકાનની ડીઝાઇન અને મોસમના પ્રભાવ સાથેના લાલમેલથી વીજ ઉપકરણો દ્વારા થતો વિજ વ્યય ઘટાડવા ઉપર આધારીત હશે. ગર્મી, બફારો, પ્રદુષણ, ઠંડી અને વરસાદ જેવી કુદરતી ચીજો ને ધ્યાનમાં રાખીને મકાનનું બાંધકામ કરાશે. સ્ટાર રેટીંગ વાળા મકાનમાં પ્રવેશતા જ તેની અસર જોઇ શકાશે.

બીઇઇના એક અધિકારી અનુસાર કોડની તૈયારી તેના અંતિમ ચરણમાં છે. ત્યારબાદ રાજયો, વિશેષજ્ઞો અને સંબંધિતો સાથે ચર્ચા કરવામાં આવશે. આશા છે કે આવતા બે મહિનામાં તેને લાગુ કરી દેવાશે. તેમણે કહ્યું કે જેમ હોટલના સ્ટાર રેટીંગ પરથી તેની ખુબીઓની ખબર પડે છે તેમજ આમાં પણ થશે.

કોઇ મકાન, રહેણાંક અથવા ફલેટમાં પણ સ્ટાર રેટીંગ નકકી થશે. તેમાં અપાતી સુવિધાઓ સ્ટાર રેટીંગની ગણનામાં લેવાશે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં આને લાગુ કરવામાં આવશે.તેમના કહેવા મુજબ મકાનની રચના અને બાંધણી કુદરતી આપતીઓ સામે લડવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. કોઇ ફલેટ ઉનાળામાં બહુ ગરમ થાય છે તો કોઇ ઓછો ગરમ થાય છે. એવી જ રીતે  ઠંડી અને બફારાથી બચવામાં પણ મકાનનું બાંધકામ મદદ રૂપ થાય છે.

તેમણે કહ્યું કે મકાનની રચના અને ઘરમાં લાગેલા વીજ ઉપકરણો સારી ગુણવતાના હોય તો વિજળીની ઘણી બચત થઇ શકે છે. ગ્રીન કોડનો આ  પહેલો મકસદ છે. જયારે ભુજળનો બચાવ, પ્રદુષણમાં કમી, સ્થાનીક સમસ્યાઓ અને ગ્રીન હાઉસ ગેસ  ઉત્સર્જન ઓછુ થાય આ બધા અન્ય મુદા છે.

રેટીંગ લાગુ થયા પછી બીલ્ડરે આ દરેક બાબતોનું ધ્યાન મકાનના નિર્માણ દરમ્યાન રાખવું પડશે. જાણકારો પ્રમાણે સ્ટાર રેટીંગને લીધે મકાન નિર્માણનો ખર્ચ ૪ થી પ ટકા વધારે આવશે પણ વિજ બચત, પ્રદુષણથી બચાવ, મોસમ સાથે અનુકુલન અને સામાન્ય ઘરો કરતા મેઇન્ટેનન્સ ખર્ચમાં ર૦ ટકા બચત થશે.

(11:36 am IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST