Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સાઉદી અરેબિયામાંના ભારતીયો પોતાના ફેમિલી- મેમ્બર્સને પાછા ભારત શું કામ મોકલી રહ્યા છે ?

ત્યાંની સરકારે હવે પ્રત્યેક પરિવારને બદલે પ્રતિ મેમ્બરે ફી વસૂલવાનું શરૂ કર્યું છે

નવી દિલ્હી, તા. ૯ : સાઉદી અરેબિયામાં રહેતા ભારતીયો તેમના પરિવારના સભ્યોને સ્વદેશ પાઠવી રહ્યા છે. લાંબા સમયથી તેલની કિંમત ઓછી રહેવાને કારણે સાઉદી અરેબિયાની તેલ પર આધારિત અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું હોવાથી છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરેબિયાની સરકારે નિયમો કડક બનાવ્યા છે, જેના લીધે ભારતીયોએ આ પગલુ ઉઠાવવાની ફરજ પડી છે.

વાસ્તવમાં સાઉદી સરકારે પ્રવાસીઓને મળતી કેટલીક સર્વિસિસ પર ફી લેવાની શરૂ આત કરી છે. સરકાર દ્વારા સાઉદી અરેબિયામાં રહેવા માટે અગાઉ પ્રતિ પરિવાર ફી લેવામાં આવતી હતી એને બદલે હવે સરકાર પ્રતિ વ્યકિત ફી લેવાનું શરૂ કર્યું છે, જેના કારણે મજબૂત ભારતીયોએ પરિવારજનોને સ્વદેશ પાછા મોકલવાનું પગલુ ઉઠાવવું પડયું છે. સાઉદી અરેબિયામાંથી કેટલા એનઆરઆઇ ભારત પરત ફર્યા છે એનો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ હૈદરાબાદની સ્કૂલોમાં એનઆરઆઇના બાળકોના એડમિશનમાં વધારો થતા આ બાબત ધ્યાન પર આવી છે. હૈદરાબાદની સ્કૂલ સીબીએસઇ પાઠયક્રમ આધારિત હોવાથી એનઆરઆઇ બાળકોમાં લોકપ્રિય છે. (૮.૪)

(11:34 am IST)