Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

તામીલનાડુની ડીમ્ડ યુનિ.માં મેડીકલ કોર્ષની ફીમાં રૂ. ૫૦ લાખનો ઘટાડો કરતી મદ્રાસ હાઈકોર્ટ

ફી ફીકસેશન કમિટિ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી વચગાળાનો હુકમ

ચેન્નાઈ, તા. ૯ :. તામીલનાડુની ડીમ્ડ યુનિવર્સિટીમાં મેડીકલ અભ્યાસ માટે ફીમાં ઘટાડો કરવાનો વચગાળાનો હુકમ મદ્રાસ હાઈકોર્ટે કર્યો છે.

ફી ફીકસેશન કમિટિ દ્વારા નિર્ણય લેવાય ત્યાં સુધી આ વચગાળાના પગલા છે. જો કે હાલમાં ગમે ત્યાં વર્ષની ફી ૨૧ લાખથી ૨૨.૫ લાખ રૂપિયા છે. આનાથી વિદ્યાર્થીના વાલીઓને લગભગ ૫૦ લાખની બચત થવાની ધારણા છે.

૨૫ થી ૩૫ લાખની વાર્ષિક ફી ઘણી જ વધારે છે અને યુજીસી દ્વારા ઘડવામાં આવેલી ફી કમિટીએ ઉંડો અભ્યાસ કરીને સંસ્થાઓએ કેટલી ફી લેવી તેની ભલામણો કરવાની છે. સંબંધીત બધા પાસાઓને ધ્યાનમાં લઈને ફી નક્કી કરવાની રહેશે. યુજીસીએ ૩૦ જૂન પહેલા આ માટે કમિટી નક્કી કરવી જેણે ૬ અઠવાડીયામાં પોતાની ભલામણો રજુ કરવી. ચીફ જસ્ટીસ ઈન્દીરા બેનર્જી અને જસ્ટીસ આશાએ પોતાની પહેલી બેઠકમાં કહ્યું હતું. યુજીસીએ કોર્ટને જાણ કરતા કહ્યું કે આ પહેલા એક કમિટીએ મેનેજમેન્ટ કવોટાની સીટ માટે ૧૧.૫ લાખની ફી નિર્ધારીત કરી હતી.(૨-૯)

(11:32 am IST)