Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

હવે પોસ્ટ ઓફીસમાંથી પણ રિલાયન્સ બિગ ટીવી સેટ ટોપ બોકસનું ૨૦મીથી બુકીંગ

નવી દિલ્હી,તા.૯: અનીલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ ટીવી સેકટરમાં ધમાલ મચાવવા આવી રહ્યું છે. રિલાયન્સે પોતાના બિગ ટીવી સેટ ટોપ બોકસને ઘરે- ઘરે પહોંચાડવા પોસ્ટ ઓફીસ સાથે કરાર કર્યો છે. જેના હેઠળ દેશભરની ૫૦ હજારથી વધુ પોસ્ટ ઓફીસોમાં બિગ ટીવી સેટ ટોપ બોકસનું બુકીંગ કરાવી શકાશે. જેમાં પાંચ વર્ષ માટે એચડી ટીવી સુવીધા મફત આપવામાં આવશે.

આ કરાર હેઠળ રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કર્ણાટ, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમના ઉપયોગકર્તા ૫૦૦ રૂપિયામાં સેટ ટોપ બોકસનું બુકીંગ કરાવી શકે છે. આ ઉપરાંત અન્ય રાજયોના લોકો રિલાયન્સની વેબસાઈટ ઉપરથી બુકીંગ કરાવી શકશે. સેટટોપ બોકસ લગાડયા બાદ ૧૫૦૦ રૂપિયા ભરવાથી ૧ વર્ષ એચડીચેનલો તથા પાંચ વર્ષ ફ્રિ ટુ એર ચેનલ જોઈ શકશે. જેમણે બુકીંગ કરાવેલ છે તેમને ૧૫મીથી સેટ ટોપ બોકસની ડીલેવરી આપવાનું શરૂ કરાશે. જ્યારે ૩૧ જુલાઈ સુધીમાં બધી જગ્યાએ આ કામ પૂર્ણ કરાશે.(૩૦.૪)

(11:29 am IST)