Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

તમને ફ્રીમાં મળે છે આ ૪ પ્રકારના ઇન્સ્યોરન્સ કવર, શું તમે જાણો છો?

નવી દિલ્હી તા. ૯ : જો તમે દિવસ રાત ખૂબ મહેનત કરો છો, તો સ્પષ્ટ છે કે તમને કામથી થોડો બ્રેક પણ જોઈએ. આથી તમે વેકેશન પ્લાન કરો છો. માની લો કે ટ્રિપ દરમિયાન ફલાઈટ બોર્ડ કરીને કેટલાક કલાકો બાદ પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી જાય છે. પરંતુ તમને માલુમ પડે કે તમારો સામાન તો ત્યાં પહોંચ્યો જ નથી. આવા સમયે કોઈ પણ વ્યકિતનું મૂડ ખરાબ થઈ શકે છે. પરંતુ જો તમને કેટલીક જાણકારી પહેલાથી હશે તો આ મામલે કઈ કરી શકો છો.

તમને જાણ હોવી જોઈએ કે એર ટિકીટ સાથે ઈન્સ્યોરન્સ કવર પણ ઉપલબ્ધ કરાવાય છે. આ પ્રકારના ઈન્સ્યોરન્સ કવર એરલાઈન્સને જવાબદાર બનાવે છે અને તમારા સામાનમાં કોઈપણ રીતે થયેલા નુકસાનમાં ભરપાઈ પણ કરવી પડે છે. આવી સ્થિતિમાં તમારે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આગળની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. આ આર્ટિકલમાં અમે તમને એવા જ કેટલાક ઈન્સ્યોરન્સ કવર વિશે જાણકારી આપીશું જે મફતમાં ઉપલબ્ધ થાય છે.

મોબાઇલ ફોન

તમારા મોબાઈલ ફોન પર પણ ઈન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવાય છે અને તેનું કવર ફોનના મોડર પર આધારિત હોય છે. આ અંતર્ગત વીમા કંપનીઓ વિક્રેતાના માધ્યમથી સ્માર્ટફોન પર ગ્રુપ કવર આપે છે. મોબાઈલ ઈન્સ્યોરન્સ ફરીથી વધી રહ્યા છે. પરંતુ આ કવરમાં આકસ્મિક ક્ષતિ અને ચોરી શામેલ નથી હોતી. ટાટા એઆઈજી સિમ વીમો પ્રદાન કરે છે. જેમાં સિમકાર્ડનું ચોરી થયું અથવા પછી દુરુપયોગ થવા પર કવર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા નુકસાનની ભરપાઈ કરાય છે.

કંપની ડિપોઝીટ પર  પણ મળે છે ફ્રી કવર

તમને જણાવી દઈએ કે કંપની ડિપોઝિટ પર ફ્રી ઈન્સ્યોરન્સ કવરની સુવિધા મળે છે. તેની લિમિટ ૨૦,૦૦૦ રૂપિયા સુધી હોય છે. કંપની એકટ ૨૦૧૩ મુજબ કંપનીઓને કોર્પોરેટ જમા માટે ૨૦,૦૦૦ રૂપિયા સુધી વીમાનું કવર ખરીદવાનું હોય છે. આમ ન થવા પર કંપનીને દંડ થઈ શકે છે. જોકે કંપનીઓ મોટાભાગે ઈન્સ્યોરન્સ કંપની વીમાનું કવર પુરું પાડતી નથી, તો કંપનીને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એર ટ્રાવેલ

તમને જણાવી દઈએ કે એર ટ્રાવેલ પર પણ ઈન્સ્યોરન્સ કવર મળે છે. જેની સાઈઝ ઈન્સ્યોરન્સના આધાર પર અલગ-અલગ હોઈ શકે છે. મોટાભાગની કંપનીઓ કાનૂની સમયે કવર પ્રદાન કરે છે જે અંતર્ગત યાત્રીઓને સામાનની હાનિ માટે વળચર ચૂકવવાય છે. એર ઈન્ડિયાની વેબસાઈટ મુજબ, સામાનની ક્ષતિ અથવા હાનિની સ્થિતિમાં નિર્ધારિત કરાર અનુસાર દાવાથી બચવા માટે સેટલમેન્ટ કરવામાં આવશે. વારસો કન્વેન્શન કરાર અનુસાર, વળતરની ગણના ૨૦ ડોલર પ્રતિ કિલોના દરથી થાય છે. મોન્ટ્રિયલ કરાર મુજબ સામાન હાનિ અથવા મોડેથી પહોંચવાની સ્થિતિમાં ૯૫,૦૦૦ રૂપિયા સુધી છે.

બેંક ડિપોઝીટ

તમને જાણીને હેરાની થશે કે તમારી બેંકમાં જમા રકમ પણ ઈન્શ્યોર્ડ હોય છે, જેનું કવર ૧ લાખ રૂપિયા સુધી હોય છે. જોકે કયારેક આ કવર ન હોવા બરાબર છે. આ રાહત તમને તે સમયે મળે છે જયારે બેંક ડિફોલ્ટ થાય છે અને તમારી બેંકમાં રકમના ૧ લાખ સુધી કવર મળે છે. આમાં બેંકના સેવિંગ એકાઉન્ટ, ફિકસ્ડ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને રેકરિંગ એકાઉન્ટની ડિપોઝિટ આવે છે. આ ઈન્સ્યોરન્સ કવર ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશનની છે જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જ સહાયક કંપની છે.

(10:09 am IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST