Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સ્વદેશી તોપ 'ધનુષ'નું સફળ પરીક્ષણ : સેનામાં સામે થવા તૈયાર : ૩૮ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા

રાજસ્થાનના પોખરણમાં દેશી બોફોર્સનું સતત ચાલી રહેલું પરીક્ષણ

જબલપુર તા. ૯ : ભારતમાં નિર્મિત પ્રથમ લાંબા અંતરની તોપ શ્નઠ્ઠદ્ગફ્રઋલૃદ્ગફ્રત્ન પોખરણમાં કરવામાં આવેલુ અંતિમ પરિક્ષણ સફળ રહ્યું છે. આ સાથે જ આ તોપ સેનામાં સામેલ થવા માટે તૈયાર છે તેમ સેનાના અધિકારીઓએ જણાવ્યું છે.

બેથી છ જૂન દરમિયાન છ ધનુષ તોેપમાંથી ૫૦ રાઉન્ડ શેલ છોડવામાં આવ્યા હતાં તેમ ગન કેરેજ ફેકટરી(જીસીઅએફ)ના સિનિયર જનરલ મેનેજર એસ કે સિંહે જણાવ્યું છે. ધનુષને દેશી બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સાત જૂને છ તોપમાંથી સફળતાપૂવર્ક ૧૦૧ રાઉન્ડ શેલ નિર્ધારિત લક્ષ્યાંક પર સફળતાપૂર્વક છોડવામાં આવ્યા હતાં.

આ તોપે સિક્કિમ અને લેહ જેવી તીવ્ર ઠંડી અને રાજસ્થાનના પોખરણ જેવી અસહ્ય ગરમીમાં પણ સફળતાપૂર્વક કામગીરી કરી બતાવી છે. આ તોપની ત્રાટકવાની ક્ષમતા ૩૮ કિમી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨ ધનુષ તોપ સેનાને સોપવામાં આવશે.

(10:31 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST