Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

''ગીતા કોન્ફરન્સ'': યુ.એસ.ના હયુસ્ટનમાં યોજાયેલી કોન્ફરન્સમાં વિદ્વાન વકતાઓએ દૈનંદિન જીવનમાં ભગવત ગીતાનું મહત્વ સમજાવ્યું

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં સૌપ્રથમવાર ૨૬મે ૨૦૧૮ શનિવારના રોજ ''ગીતા કોન્ફરન્સ'' યોજાઇ ગઇ રોડ મેપ ફોર લાઇફ એન્ડ લીવીંગના સૂત્ર સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં દૈનંદિન જીવનમાં ગીતાનું જ્ઞાન કઇ રીતે ઉપયોગી થઇ શકે તે અંગે જુદા જુદા ૬ વિદ્વાન વકતાઓના વ્યાખ્યાનો યોજાયા હતા.

ગીતા આશ્રમના શ્રી પ્રદીપ સિર્નાની આયોજીત આ કોન્ફરન્સમાં આબાલ વૃધ્ધ સહિત તમામ કોમ્યુનીટીના લોકોને ઉપયોગી થાય તેવા ભગવત ગીતા વિષયક ઉદબોધન કરનાર મહાનુભાવોમાં શ્રી જોસેફ એમેટ, બ્રહ્મચારિણી શ્વેતા ચૈતન્ય, શ્રી સત્ય કાલરા, શ્રી નરેન્દ્ર કપૂર, શ્રી સ્ટિફન ફિલીટસ,તથા પુ.ગુરૂમ ગીતેશ્વરીજીનો સમાવેશ થતો હતો તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)