Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બુલિયન વેપારીના ઘરનો દરવાજો ગેસ કટરથી કાપી કરોડોની ચોરી કરીને લૂંટારોઓ રફુચક્કર

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક જ્વેલરના ઘરમાંથી કરોડોની ચોરી:સશસ્ત્ર ધાડપાડુઓએ બુલિયન વેપારી કૃષ્ણ કુમાર સોનીના ઘરે લૂંટ કરી

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક જ્વેલરના ઘરમાંથી કરોડોની ચોરી થઈ છે. ચોરો ઘરેથી એક કિલો સોનું અને 100 કિલો ચાંદી લઈને રફુચક્કર થઈ ગયા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ચોરાયેલા સોના-ચાંદીની કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ચોરોએ રોકડ પર પણ હાથ સાફ કર્યા હતા, પરંતુ તેની સત્તાવાર માહિતી હજી બહાર આવી નથી

  રવિવારે રાત્રે સશસ્ત્ર ધાડપાડુઓએ બુલિયન વેપારી કૃષ્ણ કુમાર સોનીના ઘરે લૂંટ કરી હતી. તેમને ત્યાંથી એક કિલો સોનું અને એક ક્વિન્ટલ ચાંદીની ચોરી કરી હતી. ઘટના કુંથોડ પોલીસ સ્ટેશન વિસ્તારના મદારીપુરની છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ચોરીની માહિતી મળતાની સાથે જ કુંથોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાલૌનના પોલીસ અધિક્ષક રવિ કુમાર પણ ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પરથી તમામ જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

રવિવારે રાત્રે ચોરોએ બુલિયન વેપારી કૃષ્ણ કુમાર સોનીના ઘરનો દરવાજો ગેસ કટરથી કાપી નાખ્યો અને પછી ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પાછળની તરફ ફેરવીને ઘરમાં પ્રવેશ કર્યો. આ પછી તેમણે ત્યાં રાખેલા સોના-ચાંદીના કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. અવાજ સાંભળીને બુલિયન વેપારીની માતા કિરણ અને નાનો ભાઈ સાગર જાગી ગયા અને જોયું કે ચોરોએ તેમને એક રૂમમાં બંધ કરી દીધા હતા. અવાજ થતા જ ચોરો ઘટના સ્થળેથી નાસી છુટ્યાં હતા.

પોલીસ અધિક્ષક અસીમ ચૌધરીએ જણાવ્યું કે કુંથોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મદારીપુરમાં એક જ્વેલર્સના ઘર-દુકાનમાં ચોરી થઈ હતી. ગેસ કટર વડે ગેટ કાપીને 2 લોકો ઘરમાં પ્રવેશ્યા છે. સર્વેલન્સ અને ફોરેન્સિક ટીમ પાસેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસની 4 ટીમો બનાવવામાં આવી છે. આ બાબતનો ટૂંક સમયમાં જ ખુલાસો થશે તેવું આશ્વાસાન ચૌધરીએ આપ્યું હતુ.

   
 
   
(11:44 pm IST)