Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મુંબઈ ઇન્ડિયનનો વધુ એક પરાજય : કોલકતાનો 52 રનથી વિજય : કમિન્સએ ત્રણ વિકેટ ઝડપી

કોલક્તાએ 20 ઓવરના અંતે 9 વિકેટે 165 રનનો સ્કોર કર્યો: જવાબમાં મુંબઈની ટીમે ઈશાન કિશનની અડધી સદી વડે સ્થિતી મજબૂત કરવા છતા બાજી ગુમાવી દીધી

મુંબઈ :IPL 2022 ની 56મી મેચ સોમવારે મુંબઈના ડો. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતાન નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કોલકાતાની ટીમ પહેલા બેટીંગ માટે ઉતરી હતી. 20 ઓવરના અંતે કોલકાતાએ 165 રનનો સ્કોર 9 વિકેટે કર્યો હતો. જવાબમાં રન ચેઝ કરવા આવેલ મુંબઈની ટીમે ઈશાન કિશનની અડધી સદી વડે સ્થિતી મજબૂત કરવા છતા બાજી ગુમાવી દીધી હતી.

ઓપનીંગ જોડી ફરી એકવાર નિષ્ફળ રહી હતી, જેમ મુંબઈની ટીમ સિઝનમાં સારી રમત રમી શકી નથી એમ ઓપનીંગ જોડીનો ફ્લોપ શો જારી રહ્યો હતો. રોહિત શર્મા ખુદ જ પ્રથમ વિકેટના રુપમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે 6 બોલનો સામનો કરીને માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ તિલક વર્મા બીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો, તે 6 રન નોંધાવીને ચાલતો થયો હતો.

જોકે ઇશાન કિશને સ્થિતીને સંભાળીને મુંબઈને મેચમાં બનાવી રાખવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરી એકવાર વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો. આમ મુંબઈ પર હારનુ સંકટ તોળાઈ ગયુ હતુ.

   
(11:20 pm IST)