Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો લાગશે : હવે બ્રેડ, બિસ્કિટ અને બ્રેડ પણ મોંઘા થઈ શકે

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ હજુ સુધી ઓપન માર્કેટ સેલ નહિ ગોઠવાના કારણે ઘઉંના ભાવ જશે આસમાને

નવી દિલ્હી : સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો લાગવાનો છે. જૂન મહિનામાં બ્રેડ, બિસ્કિટ અને બ્રેડ મોંઘા થઈ શકે છે.  ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દર વર્ષે ઓપન માર્કેટ સેલ સ્કીમ દ્વારા ઘઉંનું વેચાણ કરે છે, પરંતુ હજુ સુધી સરકારે આ અંગે કોઇ નિર્દેશ જારી કર્યો નથી. આવી સ્થિતિમાં વેપારીઓ અને વિક્રેતાઓને ડર છે કે જો સરકાર આ વર્ષે દ્વારા વેચાણ નહીં કરે તો ઘઉંના ભાવ આસમાને પહોંચી શકે છે.

છેલ્લાં ત્રણ વર્ષથી ભારતમાં ઘઉંનું સરપ્લસ ઉત્પાદન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં એફસીઆઈ પોતાના સ્ટોકમાં રાખેલા ઘઉંને ડિસ્કાઉન્ટ રેટ અને માલભાડા પર ડિસ્કાઉન્ટ સાથે વેચે છે. ઉલ્લેખનીય છે  કે કંપનીઓ એક વર્ષમાં એફસીઆઈ પાસેથી 70-80 લાખ ટન ઘઉં ખરીદે છે. સ્થાનિક ઘઉં પ્રોસેસિંગ ઉદ્યોગે 2021-22માં સરકાર પાસેથી 70 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. જો સરકાર ચાલુ વર્ષે ઓએમએસએસમાંથી ઘઉંનું વેચાણ નહીં કરે તો કંપનીઓએ તેને ખુલ્લા બજારમાંથી જ ખરીદવા પડશે.

લોટ ઉદ્યોગે આ અંગે ખાદ્ય મંત્રાલયને પત્ર લખીને સંકટની ચેતવણી પણ આપી દીધી છે. પત્રમાં સરકાર સમક્ષ ઘઉંની અછતનો મુદ્દો ઉઠાવતા જણાવાયું હતું કે કલ્યાણકારી યોજનાઓ માટે રાજ્ય સરકારોને અપાતા ઘઉં પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સંકટને દર્શાવે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ બજારમાં વ્યાજબી ભાવે લોટ પૂરો પાડી શકશે નહીં. તેની સીધી અસર મિલિંગ અને બ્રેડ-બિસ્કિટ ઉદ્યોગ પર પડશે. જાણકારોનું માનવું છે કે, સરકાર માટે બજારમાં ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે ઓએમએસ જ એકમાત્ર રસ્તો છે, જેનો ઉપયોગ કરીને સરકાર બજારમાં હસ્તક્ષેપ ટાળી શકે છે.જણાવી દઈએ કે જૂન-જુલાઈમાં ચોમાસાનું આગમન અને શાળા-કોલેજો ફરી શરૂ થવાની સાથે જ ઘઉંની માંગ વધી જાય છે. 

રિટેલ માર્કેટમાં ઘઉંના લોટનો ભાવ કિલો દીઠ 32.91 રુપિયા હતો. ઉપભોક્તા મંત્રાલયના આંકડા પરથી સ્પસ્ટ લાગે છે કે સોમવારે લોટની વધારેમાં વધારે કિંમત કિલો દીઠ 59 રુપિયા હતી. 

(10:59 pm IST)