Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

યુપીએ સરકારમાં રૂપિયામાં ઘટાડો થયો ત્યારે પીએમ મોદી તેની મજાક ઉડાવતા'તા : રાહુલ ગાંધીના પ્રહાર

રાહુ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “મોદીજી, જ્યારે રૂપિયો ગગડતો હતો ત્યારે તમે મનમોહનજીની મજાક ઉડાવતા હતા. જુઓ, હવે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ છે. તેમ છતાં અમે તમને આંધળો દોષ આપતા નથી. તમે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો, મીડિયા હેડલાઇન્સ પર નહીં

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રૂપિયાના અવમૂલ્યનને લઈને ભાજપ સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે,  પીએમ મોદીએ હેડલાઇન મેનેજમેન્ટ પર નહીં પણ અર્થવ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. વડાપ્રધાન મોદીના એક ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે યુપીએ સરકારમાં રૂપિયામાં ઘટાડો થયો ત્યારે પીએમ મોદી તેની મજાક ઉડાવતા હતા.

રાહુ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “મોદીજી, જ્યારે રૂપિયો ગગડતો હતો ત્યારે તમે મનમોહનજીની મજાક ઉડાવતા હતા. જુઓ, હવે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ છે. તેમ છતાં અમે તમને આંધળો દોષ આપતા નથી. તમે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો, મીડિયા હેડલાઇન્સ પર નહીં. જણાવી દઈએ કે આજે જ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે આજે અમેરિકી ડોલર સામે રૂપિયાની કિંમત 77.41 થઈ ગઈ છે. રૂપિયો 75 વર્ષમાં ક્યારેય આટલો ઘટ્યો નથી.

સુરજેવાલાએ ટ્વિટર પર લખ્યું, ‘મોદી સરકારમાં ભારતીય રૂપિયા ICUમાં ગયા છે. હવે તે ભાજપના માર્ગદર્શક મંડળની ઉંમર પણ વટાવી ચૂકી છે. આ પાછળનું કારણ શું છે?’ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, રૂપિયો સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. જો મોદી સીએમ હોત તો તેમણે સરકાર પર નિશાન સાધ્યું હોત અને તેમને રાષ્ટ્ર વિરોધી કહ્યા હોત, પરંતુ પીએમ મોદી મૌન છે.

(10:16 pm IST)