Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિર પહેલા દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની યોજાઈ બેઠક

બેઠકમાં, કોંગ્રેસે રાજકીય બાબતોની સમિતિ, જાહેર અંતદ્રષ્ટી પરની સમિતિ અને જાહેર નીતિ પરની સમિતિની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

નવી દિલ્હી :રાજસ્થાનના ઉદયપુરમાં 13મી મેથી યોજાનારી ચિંતન શિબિર પહેલા દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ ઘડવામાં આવી હતી

બેઠકમાં, કોંગ્રેસે રાજકીય બાબતોની સમિતિ, જાહેર અંતદ્રષ્ટી પરની સમિતિ અને જાહેર નીતિ પરની સમિતિની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચિંતન શિબિર માટે પાર્ટી દ્વારા રચવામાં આવેલી પેનલ તરફથી મળેલા ડ્રાફ્ટ પોઈન્ટ્સમાં એક પરિવાર એક ટિકિટની નીતિ અપનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ ઉદયપુરમાં યોજાનાર આગામી મંથન સત્રમાં આર્થિક મુદ્દાઓ અને ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે.

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ઉદયપુરની શિબિરમાં 400 જેટલા સહયોગીઓ ભાગ લેશે. અમે આ શિબિરમાં સંતુલિત રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે પાર્ટીમાં સંતુલિત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે અમારી ચર્ચા છ જૂથોમાં થશે. આ જૂથો રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવા અને સંગઠનાત્મક મુદ્દાઓ ઉઠાવશે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે અમારી પાસે પાર્ટીને મજબૂત કરવા માટે કોઈ જાદુઈ છડી નથી, માત્ર અનુશાસન અને સતત સામૂહિક પ્રયાસથી જ આપણી દ્રઢતા, સહનશીલતા પ્રદર્શિત થઈ શકે છે.

(9:56 pm IST)