Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

2024 સુધીમાં દરેક જન્મ-મરણની થશે નોંધણી: દેશમાં હવે થશે ઈ-વસતી ગણતરી: અમિતભાઇ શાહની મોટી જાહેરાત

જન્મ-મરણ રજિસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે : આગામી વસતી ગણતરીને વધારે હાઈટેક બનાવવાનો નિર્ણય

  • નવી દિલ્હી :આગામી વસતી ગણતરીને વધારે હાઈટેક બનાવવાનો નિર્ણય કર્યો છે. ગુવાહાટીના અમીગાંવ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે વસતી ગણતરીને લઈને મોટું એલાન કર્યું છે. શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરીને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે આધુનિક તકનીકો ઉમેરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આગામી વસ્તી ગણતરી ઇ-વસ્તી ગણતરી હશે, જે અંતર્ગત સંપૂર્ણ વસ્તી ગણતરી કરી શકાશે. જે 100 ટકા સાચી હશે.
  • શાહે કહ્યું કે  જન્મ અને મૃત્યુ નોંધણીને વસતી ગણતરી સાથે જોડી દેવામાં આવશે. 2024 સુધીમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે જેનો અર્થ એવો થાય કે આપણી વસતી ગણતરી આપમેળે અપડેટ થઈ જશે.

    અમિતભાઈ  શાહે કહ્યું કે આગામી ઈ-વસતી ગણતરી 25 વર્ષની નીતિઓનું ઘડતર કરશે. સોફ્ટવેર જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારે તેમાં વિગતો ભરનાર હું અને મારો પરિવાર પહેલા હોઈશું.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વસ્તી ગણતરી માટે વધારે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ઇ-જનગણના થશે જે 100% સંપૂર્ણ હશે જે આગામી 25 વર્ષ માટેની નીતિઓ તૈયાર કરશે.અમિતભાઈ  શાહે કહ્યું કે જન્મ બાદ વસતી ગણતરીના રજિસ્ટરમાં વિગતો દાખલ થઈ જશે અને બાળક જ્યારે 18 વર્ષનું થાય જે પછી ચૂંટણી કાર્ડમાં તેનું નામ એડ થઈ જશે અને મોત બાદ નામ આપમેળે કમી થઈ જશે. તેમણે કહ્યું કે નામ અને એડ્રેસ ચેન્જ વધારે સરળતાથી થઈ શકશે અને તેને લિંક કરી દેવામાં આવશે

   
(9:03 pm IST)