Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

એપ્રિલમાં ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોમાં 83 ટકા વધ્યા: કોરોનાની અસર હવે ઘટી

એપ્રિલમાં સ્થાનિક ફ્લાઇટ્સ પર મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 83 ટકાના વધારા સાથે 1.05 કરોડ થવાનો અંદાજ

નવી દિલ્હી : કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા એપ્રિલમાં સ્થાનિક ફ્લાઈટ્સના મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 83 ટકાની વૃદ્ધિ સાથે 10.5 કરોડ રહેવાનો અંદાજ છે. આ મહામારીના પહેલાના સ્તર કરતાં માત્ર પાંચ ટકા ઓછું છે. રેટિંગ એજન્સી ઈકરાએ સોમવારે આ માહિતી આપી હતી. એપ્રિલ 2019માં 11 મિલિયન મુસાફરોએ ભારતીય એરલાઈન્સ દ્વારા મુસાફરી કરી હતી. ઈકરાએ કહ્યું કે સ્થાનિક એરલાઈન્સના આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા પ્રી-પેન્ડિક લેવલ નજીક લગભગ 1.83 કરોડને પાર કરીને 1.85 કરોડ પર પહોંચી ગઈ છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને લીધે ઉદ્ભવતા ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે ઉડ્ડયન ઈંધણ (ATF)ની વધતી કિંમતો રીકવરીની પ્રક્રિયા માટે મોટો ખતરો છે.

ICRAના વાઈસ પ્રેસિડેન્ટ અને ડિવિઝનલ હેડ સુપ્રિયો બેનર્જીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2022માં દરરોજ સરેરાશ 2,726 ફ્લાઇટ્સ ઉપડી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 2,000ના આંકડા કરતાં વધુ છે. આ માર્ચ 2022માં રહેલા 2,588ના આંકડા કરતાં વધુ છે.

તેમણે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક એરલાઈન કામગીરીમાં લગભગ સામાન્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોના ટ્રાફિકમાં રિક્વરી તુલનાત્મક રીતે ઝડપી થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે ઊંચા એટીએફ ભાવ ઉદ્યોગ માટે એક પડકાર છે અને તે ભારતીય એરલાઈન્સના નફાને અસર કરશે.

 કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને કહ્યું હતું કે કોવિડ પહેલા અમે ફરીથી દરરોજ 4.1 લાખ મુસાફરોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે આ એક ઐતિહાસિક દિવસ છે. મને ખાતરી છે કે આવનારા દિવસોમાં અમે આ રેકોર્ડ જાળવી રાખીશું. અત્યારે પ્લેનની ટિકિટની કિંમત 15 દિવસની રોલિંગ સિસ્ટમ પર લાગુ છે. અમે યોગ્ય સમયે આ અંગે નિર્ણય લઈશું.

સાથે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માટે અમે આરોગ્ય મંત્રાલય સાથે મળીને નિયમો તૈયાર કર્યા છે અને તેને વેબસાઈટ્સ પર પોસ્ટ કર્યા છે કે, જેમકે, રસીકરણ પ્રમાણપત્ર અથવા મુસાફરીના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ અપલોડ કરવો જોઈએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે હવે ઘરેલુ મુસાફરી માટે RTPCR ટેસ્ટની જરૂર નથી, પરંતુ ઘણા રાજ્યોમાં કેટલાક નિયમો છે અને જો તેમને લાગે છે કે કેસ વધારે છે અને તેઓ સાવચેતી રાખવા માંગે છે તો તેમને આમ કરવાનો અધિકાર છે.

   
(8:24 pm IST)