Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

લેખક નીલોત્પલ મૃણાલે લગ્નના બહાને ૧૦ વર્ષ મહિલા પર રેપ કર્યો

સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખક પર મહિલાના ગંભીર આરોપ ઃ પીડિતાનો આરોપ છે કે, વર્ષ ૨૦૧૩માં આરોપીએ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું, આરોપીએ પોલીસ કાર્યવાહીથી પોતાને બચાવવા માટે લગ્નનું વચન આપ્યું હતું

નવી દિલ્હી,તા.૯ ઃ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખક નીલોત્પલ મૃણાલ પર એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે.રાજધાની દિલ્હીના તિમારપુરમાં એક મહિલાએ નીલોત્પલ મૃણાલ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તિમારપુર પોલીસ સ્ટેશને પીડિત મહિલાની ફરિયાદ પર કથિત એફઆઆર નોંધવામાં આવી છે અને આ કેસની તપાસ શરૃ કરી છે.

નીલોત્પલ મૃણાલ ઘણા સ્ટેજ પરથી ગીતો અને કવિતાઓનુ પઠન કરતા પણ જોવા મળ્યા છે,જેના વીડિયો પણ તે યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરતા રહે છે. તેમને ૨૦૧૬માં દેશમાં યુવાઓને મળનારો સર્વોચ્ચ સાહિત્યિક સમ્માન સાહિત્યિક એકાડમી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે કહ્યું કે, તિમારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆર મુજબ લેખક નીલોત્પલ મૃણાલે લગ્નના બહાને સતત ૧૦ વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો.

આ એફઆઈઆર મુજબ એક પોલીસ અધિકારીએ મહિલાના પિતાને ફોન કર્યો અને કહ્યું કે, તે (મહિલા) નીલોત્પલ પાસેથી પૈસા પડાવવા માટે તેને બ્લેકમેલ કરી રહી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરની પીડિતાની ઉંમર ૩૨ વર્ષની છે. તે ૧૦ વર્ષથી દિલ્હીમાં ભાડેથી રહે છે અને મુખર્જી નગરમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે.

પીડિતાના જણાવ્યા અનુસાર, લગભગ ૧૦ વર્ષ પહેલા ફેસબુક પર પીડિતાની ઝારખંડના લેખક નીલોત્પલ સાથે દોસ્તી થઇ હતી. બંને એકબીજાને મળવા લાગ્યા અને આ દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ.

પીડિતાનો આરોપ છે કે, વર્ષ ૨૦૧૩માં આરોપીએ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યો હતો. આરોપીએ પોલીસ કાર્યવાહીથી પોતાને બચાવવા માટે લગ્નનું વચન આપ્યું હતું. ત્યારબાદ તે લગ્નના બહાના બનાવતો રહ્યો. જે બાદ પીડિતાને શક પણ થતો રહ્યો હતો, પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીનો વ્યવહાર પણ બદલાઇ ગયો હતો. આરોપીના મોબાઇલથી જાણવા મળ્યુ કે, નિલોત્પલના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હતા. જે બાદ આ કેસ નોંધાવવામાં આવ્યો હતો.

(8:12 pm IST)