Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શ્રીલંકામાં પીએમ મહિંદા રાજપક્ષેના રાજનામા બાદ પણ હિંસા :સત્તા પક્ષના સાંસદની જ હત્યા

તોફાનીઓથી બચવા નજીકની બોલ્ડીંગમાં છુપાવવા સાંસદ દોડતા વાગી ગોળી : આખા દેશમાં ઇમર્જન્સી : કોલંબોમાં કર્ફ્યુ : શ્રીલંકામાં ઈમરજન્સીની વચ્ચે વકરી રાજકીય હિંસા: તોફાનીઓ બેકાબુ

શ્રીલંકામાં હવે તોફાનીઓ આઉટ ઓફ કન્ટ્રોલ થયા છે. પીએમ મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ પણ તોફાનીઓએ શાંત પડવાનું નામ લેતા નથી. તોફાનીઓએ હવે સત્તા પક્ષના સાંસદની જ હત્યા કરી નાખતા પરિસ્થિતિ વધારે વણસી છે. 

સત્તા પક્ષના સાંસદ Amarakeerthi Athukoralaએ Nittambuwaમાં પોતાની કાર રોકવાનો પ્રયાસ કરનાર બે લોકો પર ગોળીબાર કર્યો હતો તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જોકે ત્યાર બાદ સાંસદ નજીકની બિલ્ડિંગમાં છુપાવા માટે દોડ્યાં હતા તે દરમિયાન તેમને ગોળી વાગી હતી અને તેમનું મોત થયું હતું. 

રાજધાની કોલંબોમાં હિંસા બાદ શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ પીએમના રાજીનામા અને સંયુક્ત સરકાર બનાવવાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આ પહેલા મહિન્દા રાજપક્ષેએ કહ્યું હતું કે તેઓ કોઇ પણ બલિદાન આપવા માટે તૈયાર છે. રાજપક્ષેના આ નિવેદન બાદથી જ તેમના રાજીનામાની અટકળો તેજ બની છે.

રાજધાની કોલંબો સહિત આખા શ્રીલંકામાં હાલમાં રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ લગાવી દેવાયો છે. શ્રીલંકામાં આર્થિક સંકટને લઈને વધી રહેલા વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ 6 મેના રોજ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. ગોતાબાયા રાજપક્ષેએ દેશમાં કથળેલી સ્થિતિ વચ્ચે કટોકટી લાદવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકામાં જ્યારે કટોકટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી હતી. ગંભીર આર્થિક સંકટથી ઘેરાયેલા શ્રીલંકામાં 4 એપ્રિલના રોજ પણ કટોકટી લાગુ કરવામાં આવી હતી.

 

(7:05 pm IST)