Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કેમ્‍પસ એક્‍ટિવવેરનનું ધમાકેદાર લિસ્‍ટિંગઃ રોકાણકારોને તગડી કમાણી

કેમ્‍પસનો શેર BSE પર ૨૧.૫૮ ટકા વધીને રૂ. ૩૫૫ થયો

મુંબઇ, તા.૯: કેમ્‍પસ એક્‍ટિવવેરના શેરનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્‍ટિંગ થયું હતું. આ શેર પોઝિટિવ ખુલશે તેવી પહેલેથી અપેક્ષા હતી. નબળા બજારમાં પણ પરંતુ કેમ્‍પસનો શેર BSE પર ૨૧.૫૮ ટકા વધીને રૂ. ૩૫૫ થયો હતો. નિષ્‍ણાતોની આગાહી હતી કે આ શેર રૂ.૩૩૫ તછ રૂ. ૩૪૫ વચ્‍ચે લિસ્‍ટ થશે. મંદીના કેસમાં આ શેર રૂ.૩૧૫ થી ૩૨૨ના રેન્‍જમાં ખુલે તેમ માનવામાં આવતું હતું.
 ફૂટવેર બનાવતી કંપનીના શેરનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્‍ટિંગ થયું હતું. આ શેર પોઝિટિવ ખુલશે તેવી પહેલેથી અપેક્ષા હતી, પરંતુ કેમ્‍પસનો શેર નબળા બજારમાં જોરદાર વધ્‍યો હતો અને લગભગ ૧૦ વાગ્‍યે કેમ્‍પસ એક્‍ટિવવેરનો શેર ૨૧.૫૮ ટકા વધીને રૂ. ૩૫૫ થયો હતો.
એનાલિસ્‍ટ્‍સની ધારણા કરતા પણ કેમ્‍પસ એક્‍ટિવવેરના સ્‍ટોકે સારી શરૂઆત કરી છે. નિષ્‍ણાતોની આગાહી હતી કે આ શેર રૂ.૩૩૫ થી રૂ. ૩૪૫ વચ્‍ચે લિસ્‍ટ થશે. મંદીના કેસમાં આ શેર રૂ. ૩૧૫ થી ૩૨૨ના રેન્‍જમાં ખુલે તેમ માનવામાં આવતું હતું. આજે સેન્‍સેક્‍સમાં લગભગ ૮૦૦ પોઇન્‍ટનો કડાકો આવ્‍યો હતો અને સેન્‍સેક્‍સના ૩૦માંથી ૨૮ શેર રેડ ઝોનમાં હતા ત્‍યારે કેમ્‍પસે રંગ રાખ્‍યો છે.
કેમ્‍પસ એક્‍ટિવવેરના શેર બી ગ્રૂપના સ્‍ટોક્‍સમાં સામેલ છે. ગ્રે માર્કેટમાં ગઈકાલે આ શેરમાં ૪૭ રૂપિયાનું પ્રીમિયમ ચાલતું હતું. પરંતુ આજે આ શેર ઇશ્‍યૂ પ્રાઈસથી રૂ. ૬૩ રૂપિયા વધીને ટ્રેડ થયો હતો. કેમ્‍પસ એક્‍ટિવવેરના આઇપીઓ ૨૬ એપ્રિલના રોજ બજારમાં આવ્‍યો હતો. તે સમયે બ્રોકરેજ આનંદ રાઠીએ આ ઇશ્‍યૂને ‘બાય' રેટિંગ આપ્‍યું હતું અને ઇશ્‍યૂ સબસ્‍ક્રાઈબ કરવા રોકાણકારોને સલાહ આપી હતી.
કેમ્‍પસ એક્‍ટિવવેરનો ૧૪૦૦ કરોડનો આઇપીઓ ખુલે તે પહેલાં ગ્રે માર્કેટ તેના માટે અત્‍યંત બુલિશ હતું. જાણકારોના કહેવા પ્રમાણે કેમ્‍પસના આઈપીઓ માટે ગ્રે માર્કેટનું પ્રીમિયમ ૮૫ રૂપિયા ચાલતું હતું
 જેમાં એક દિવસમાં ૨૫ રૂપિયાનો વધારો થયો હતો.આઇપીઓ ૨૬ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી સબસ્‍ક્રિપ્‍શન માટે ખુલ્લો હતો.

 

(3:30 pm IST)