Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઇલેક્‍ટ્રિક સ્‍કૂટરમાં બેટરી સેલ અને મોડ્‍યુલ્‍સ ફોલ્‍ટી હોવાથી લાગી હતી આગ

સરકારની પ્રારંભિક તપાસના રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્‍હી,તા.૯: ઇલેક્‍ટ્રિક વેહિકલ્‍સમાં આગ લાગવાનું કારણ સામે આવી ગયું છે. આગની ઘટનાઓ પર ગંભીર વલણ અપનાવતા સરકારે એક તપાસ શરુ કરાવી હતી અને તેનાં શરૂઆતના રિપોર્ટમાં આગ લાગવાના કારણોનો ખુલાસો કરવામાં આવ્‍યો છે.

સરકારની શરૂઆતની તપાસમાં ઇલેક્‍ટ્રિક સ્‍કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને મોડ્‍યુલ્‍સનું ફોલ્‍ટી હોવું પણ જણાવવામાં આવે છે. સરકારે ૩ કંપનીઓનાં ઇલેક્‍ટ્રિક સ્‍કૂટરોમાં આગ લાગવાની ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. આમાં Ola Electric અને Okinawa પણ સામેલ છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે Ola સ્‍કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી સેલ અને બેટરી મેનેજમેન્‍ટ સિસ્‍ટમમાં તકલીફ હોવી છે. જ્‍યારે Okinawaનાં મામલામાં બેટરી સેલ અને બેટરી મોડ્‍યુલ સાથે જોડાયેલ ખામી મળી છે. જ્‍યારે Pure EVનાં સ્‍કૂટરમાં આગ લાગવાનું કારણ બેટરી કેસિંગનું યોગ્‍ય ન હોવું જણાવવામાં આવે છે.

સમાચાર મુજબ તપાસના ફાઈનલ રિપોર્ટ હવેના બે અઠવાડિયામાં આવશે. સરકારે આગળની તપાસ માટે ત્રણ કંપનીઓનાં બેટરી સેલનાં સેમ્‍પલ લીધા છે. આ વચ્‍ચે Ola Electric એ દાવો કર્યો છે કે તેમના માત્ર એક સ્‍કૂટરમાં થર્મલ સાથે જોડાયેલ તકલીફ મળી છે. જ્‍યારે કંપનીનાં બેટરી મેનેજમેન્‍ટ સિસ્‍ટમમાં કોઈ ખામી નથી.

હાલનાં દિવસોમાં દેશમાં ઇલેક્‍ટ્રિક સ્‍કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં ૩ લોકોનો જીવ પણ ગયો છે. પછી Okinawa અને Olaએ મોટી સંખ્‍યામાં પોતાના સ્‍કૂટર રિકોલ પણ કર્યા.

(3:24 pm IST)